તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અનેક કેસમાં ફસાયેલા છે
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા
અમદાવાદ, અમદાવાદ ઇસ્કોન બ્રિજ (Ahmedabad Iscon Bridge accident) પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે ૧૫થી ૨૦ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. Horrific accident near Ahmedabad ISKCON bridge late night
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જાેવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. જગુઆર કાર ચલાવનાર કારચાલકની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ છે. નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું
https://twitter.com/sanjay_desai_26/status/1681933143320961024?ref_src=twsrc%5Etfw
સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તથ્યનો બાપ પ્રજ્ઞેશ પટેલ અનેક કેસનો ગુનેગાર છે. તથ્યના પરિવારજનોએ રાત્રે જ નાટક કર્યા હતા. નબીરાનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા.
મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા. વાસ્તવમાં કાર-ડમ્પરનો અકસ્માત જાેવા ટોળુ એકઠુ થયું હતુ. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનો ખુલાસો થયો હતો. અકસ્માત સર્જનાર કારમાં બે યુવક અને એક યુવતી હતા. મૃતકોમાં એક વાસણા સ્કૂલના શિક્ષક કૃણાલ પટેલનો સમાવેશ થાય છે.
તે સિવાય એક જ પરિવારના અમન અને અરમાનનું નિધન થયું છે. પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ અને હોમગાર્ડ જવાનનું અકસ્માતમાં નિધન થયું હતું. ૨૧ વર્ષીય અમન અને બોટાદના અક્ષર ચાવડા અને ૨૩ વર્ષીય કૃણાલનું પણ નિધન થયું હતું. પોલીસ પાસે કડક કાર્યવાહીની ચારેકોરથી માંગ ઉઠી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ટોળાએ જગુઆર કારને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. SS1