વરસાદની આગાહીથી બાગાયતી પાક લેનારા ખેડૂતો ચિંતાતુર
આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત એક તરફ ધોમધમતા તાપમાં શેકાઈ રહયું છે. તો બીજી તરફ ગઈકાલે અચાનક જ દાહોદ અને બનાસકાંઠા જ દાહોદ અને બનાસકાંઠા જીલ્લાના વાતાવણમાં પલટો આવ્યો હતો અને સાંજના સુમારે ભારે પવન અને કરા સાથે વરસાદ પડયો હતો.
જેના પગલે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે સ્થાનીક હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલથી સળંગ ત્રણ દિવસ સુધી રાજયના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી શકે તેમ છે. આમ ચૈત્ર મહીનામાં અષાઢી માહોલ જામે તેવી શકયતા છે.
દાહોદ શહેર અને ઝાલોદ, પંથકમાં કરા સાથે વરસાદ પડતા ધરતીપુત્રમાં ભારે ચિંતા ફેલાઈગઈ હતી. માર્કેટયાર્ડોમાં પણ વેપારીઓ દોડતાં થઈ ગયા હતા. અચાનક કમોસમી વારસદારના આવગમનના પગલે લગ્ન જેવા માંગલીક પ્રસંગો લઈને બેઠેલાઓ પણ દોડતા થઈ ગયા હતા.
બનાસકાંઠાના પવીત્ર યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ પડયો હતો. યાત્રાધામ શામળાજી પંથકમાં પણ છાંટા પડયા હતા. જોકે આ આગાહી પહેલાંનો વરસાદ હતો, જયારે આગાહી મુજબ આવતી કાલથી સતત ત્રણ દિવસ સુધી મેઘરાજા ગુજરાતને ધમરોળણા છે.
ભરૂચ સુરત, નવસારી, વલસાડ, ગોર સોમનાથ અને કચ્છમાં વરસાદ, પડી શકે છે. જયારે ૧૪એપ્રીલે સાબરકાંઠા અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર નર્મદા અને ગીર-સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે. તા.૧પ એપ્રીલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગાર અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગીર-સોમનાથ અને કચ્છમાં પણ થડસ્ટોર્સ એકિટવીટી સાથે વરસાદ પડયાની સંભાવના હવામાન વિભાગની આગાહીમાં વ્યકત કરાઈ છે.
રાજયમાં અચાનક આવી પડેલા વરસાદથી ગરમીમાં આંશીક રાહત મળી છે. હજુ પણ રાજયમાં વરસાદ પડનારા હોઈ તાપમાન ઘટવા પામશે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે તાપમાન ઘટયું છે. વરસાદી માહોલ વચ્ચે રાજયમાં ભારે પવન પણ ફંકાઈ શકે છે. જોકે વરસાદની આગાહીના પગલે ખેડૂત ચિંતિત થઈ ગયા છે. ખાસ કરીને કેરીર સહીતનો બાગાયતી પાક લેનારા ખેડૂતો વધુ બેબાકળા બન્યા છે.
અમદાવાદમાં ગઈકાલે ગમીનો પ્રકોપ પ્રમાણમાં થોડો ઘટયો હતો અઅને ૩૮.પ ડીગ્રી ગરમી નોધાઈ હતી. રાજયના અન્ય પ્રમુખ શહેરોમાં પણ ગરમીનો પારો થોડો નીચે આવ્યો હતો. ભુજ ૪૧.ર ગરમી સાથે ગઈકાલે રાજયનું હોટેસ્ટટ સીટી બન્યું હતું. રાજકોટમાં ૪૦.૩ વડોદરામાં ૩૮.૮ ગાંધીનગરમાં ૩૯ અને સુરતમાં ૩પ.૬ ગરમી નોધાઈ હતી. દરમ્યાન અમદાવાદમાં આગામી ૧૭ એપ્રીલ સુધી બદલાયેલા વાતાવરણમાં પગલે આંશીક વાદળછાયું વાતાવરણ રહેશે.