હોસ્પિટલોમાં PM-JAYમાં સારવાર મેળવવામાં દર્દીઓને ભારે હાલાકી
પોર્ટલમાં ધાંધિયાઃનવા કાર્ડ બનાવવામાં પણ મુશ્કેલી
(એજન્સી)અમદાવાદ, સરકારી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત-પીએમજેવાય હેઠળ સારવાર લેવા આવતાં દર્દીઓને છેલ્લ કેટલાક સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
છેલ્લા પાંચેક દિવસથી આ પોર્ટલના સર્વરમાં વધુ તકલીફ થતાં પરેશાની વધી રહી છે. નવા કાર્ડ બનાવવા માટે પણ ધકકા ખાવા પડી રહયા છે. સારવાર લેતાં દર્દીઓમાં પ્રોસીજર-સારવારર કરવાની થાય ત્યારે પણ એેપ્રૂવલમાં ભારે ધાંધીયા થઈ રહયા છે. જેના કારણે કલાકો સુધી રાહ જોવી પડે છે. તો કેટલાક કિસ્સાઓ બીજા દિવસે દર્દીઓને બોલાવવા પડે છે.
સીવીલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં તાજેતરમાં જ કિમોથેરાપી માટે શનીવારે દર્દીને બોલાવ્યા હતા. જોકે પીએમજેવાયમાં એપ્રુવલ મળી નહોતી આખા દિવસનાં રઝળપાટ બાદ દર્દીને બીજા દિવસે બોલાવ્યા હતા.
આવી જ હાલત અન્ય સંખ્યાબંધ દર્દીઓની થઈ હતી. વિવિધ હોસ્પિટલોમાં નાની અમથી અ-ન્ય પ્રોસીજર માટે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. આ દિશામાં તંત્રે પગલાં ભરવાની જરૂર હોહવાનું દર્દીઓ-સ્વજનોનું કહેવું છે. મહત્વનું છે. કે, ગુજરાતમાં વર્ષ ર૦ર૦-ર૧થી ર૦ર૩-ર૪ એમ ચાર વર્ષના અરસામાં ૩૦.૭૪ લાખ દર્દીઓએઅ પીએમજેવાય હેઠળ સારવાર લીધી છે.