15 બેડથી ઓછી ક્ષમતા ધરાવતી હોસ્પિટલના વીમાને મંજૂરી નહીં: એસો. ‘ગાહના’નો વિરોધ

વીમા કંપનીના નિર્ણય સામે એસો. ‘ગાહના’નો વિરોધ
(એજન્સી)અમદાવાદ, ગુજરાતની ખાનગી હોસ્પિટલનો એક વીમો કંપની વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાય તેવા એધાણ છે. ગુજરાતમાં ૧પ બેડથી ઓછી ક્ષમતા ધરાવતી હોસ્પિટલો હશે તો તેવા કિસ્સામાં વીમાનો દાવો નહી મંજુર કરવા તેમજ સારવાર ખર્ચમાં વીમા કલેઈમ રિએમર્બ્સમેન્ટ નહી આપવાના નિર્ણયને મામલે ગુજરાત એસોસીએશન ઓફ હોસ્પિટલસ નર્સીગ હોમ્સ એન્ડ એલાઈડ હેલ્થકેર સર્વીસીસ ગાહનાએ વિરોધ નોધાવ્યો છે.
ગુજરાત દર્દીઓઅને સારી સારવાર પુરી પાડવા ના ધ્યેયય સાથે હોસ્પિટલ, નર્સીગ હોમ્સ એન્ડ ડાયગ્નોસ્ટિક સેન્ટરોના ઉદભવતા પ્રશ્નોનો ઉકેલ તેમજ માર્ગદર્શન માટે તમામ જીલ્લાઓ ના સંગઠનોને એક છત હેઠળ લાવી અને રાજય કક્ષાના એક સંગઠન ‘ગાહના’ની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ૩૩ જીલ્લાઓમાં તેમજ પાંચ મુખ્ય શહેરોના પ્રતીનીધીઓ રાજયમાં ઝોનલ કાઉન્સીલના સભ્યો બનશે.
‘ગાહના’ સાથે સંકળાયેલા સદસ્ય ડોકટર્સના મતે દર્દીઓને હાલાકી પડે તેવા વીમા કંપનીના નિર્ણય સામે ઈરડાને પણ રજુઆત કરવામાં આવેલી છે. આ મામલે કોઈ ચોકકસ નિર્ણય નહીં લેવામાં આવે તો કાનુની લડાઈ પણ લડવા તૈયારી છે.
આ ઉપરાંત કિલનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ર૦ર૧નું જે ગેઝેટ સરકાર દ્વારા બહાર પડાયું છે. તેમાં બીયુ પરમીશન સર્ટીફીકેટ રેકોર્ડ સાચવણીની સમય મર્યાદા ઘટાડવા સહીતના મુદે પણ આ એસોસીએશને સરકારમાં રજુઆત કરી છે. એકટની અમલવારીમાં બે વર્ષનો સમય લંબાવવાના અર્થ સાથેની માગણી છે.
ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, કિલનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટની અમલવારી છેવાડાના વિસ્તારની હોસ્પિટલોને ધ્યાનમમાં રાખીને કરવામાં આવે તે જરૂરી છે. આ એકટનો અમલ થવો જોઈએ પ સમયમર્યાદા આપવામાં આવવી જોઈએ.