હોટએર બલૂનનો કર્મચારી દોરડું તૂટતાં ૮૦ ફૂટ ઉપરથી પડતાં યુવકનું મોત

(એજન્સી) જયપુર, રાજસ્થાનમાં બલૂન શો દરમિયાન એક યુવક ૮૦ ફૂટ ફંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. આ બલીનમાં સ્કૂલના બાળકો બેસવાના હોવાની માહિતી બહાર આવી છે.
આ બનાવની વિગત મુજબરાજસ્થાનના બારાનના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હોટએર બલૂન શો દરમિયાન બાંધેલા દોરડાથી કર્મચારી લટકીને હવામાં જતો રહ્યો. આ દરમિયાન બલૂન સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને કર્મચારી લગભગ ૮૦ ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.
બારાન જિલ્લાનો આજે સ્થાપના દિવસ છે. સ્થાપના દિવસને લઇને ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે જિલ્લાની સ્કૂલનાં નાનાં બાળકોને હોટ એર બલૂનમાં બેસાડવાનાં હતાં.
સવારે હોટ એર બલૂનનું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય રાધેશ્યામ બેરવાએ કર્યું હતું. તેઓ તેમના થોડા સાથીઓ સાથે હોટ એર બલૂનમાં બેઠા પણ હતા. ત્યાર બાદ જ્યારે ફરી આ હોટ એર બલૂન થોડા લોકો સાથે ઊડવા માટે તૈયાર થયું.
આ દરમિયાન હોટ એર બલૂન સંચાલકનો કર્મચારી વાસુદેવ ખત્રી(૪૦)એક દોરડાને પકડીને હવામાં ઊડવા લાગ્યો. બલૂન ઝડપી હવામાં ગયું જેથી દોરડા ઉપર દબાણ વધ્યું અને દોરડું તૂટી ગયું. દોરડું તૂટવાની સાથે જ હવામાં લટકેલો કર્મચારી લગભગ ૮૦ ફૂટની ઊંચાઈએથી નીચે પડી ગયો. જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો.
કર્મચારીને તાત્કાલિક શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. આ પછી પોલીસે કોટાના રહેવાસી વાસુદેવ ખત્રીના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખ્યો.
આ યુવક બલૂન ઓપરેટર માટે સહાયક અને ટેÂક્નકલ સ્ટાફ તરીકે કામ કરતો હતો. આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં બલૂન ઓપરેટર અને તેના કર્મચારીઓની ભૂલ સામે આવી રહી છે.