કમલ કિશોર મિશ્રા સામે કલમ ૩૦૭ હેઠળ પોલીસે કેસ નોંધ્યો
મિશ્રાની તેમની પત્નીને કારથી ટક્કર મારવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતીઃ હાલ કસ્ટડીમાં છે
મુંબઈ, ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા સામે આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. Hours after being detained, the Amboli police finally arrested film producer Kamal Kishore Mishra
મિશ્રાની તેમની પત્ની (યાસ્મીન) ને કારથી ટક્કર મારવાના કેસમાં શુક્રવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમને કાલે જ એક અદાલત સામે હાજર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ૧૯ ઓક્ટોબરના રોજ અંધેરી (વેસ્ટ) માં કપલના એપાર્ટમેન્ટના પાર્કિંગ એરિયામાં બની હતી, જ્યારે મિશ્રાની પત્નીએ તેમને કારની અંદર અન્ય એક મહિલા સાથે જાેયા હતા. હિન્દી ફિલ્મ દેહાતી ડિસ્કોના નિર્માતાને પત્નીની ફરિયાદ બાદ ગુરૂવારના રોજ તેમના ઘરેથી અંબોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા પ્રમાણે શુક્રવારના રોજ વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓ જણાવ્યું હતું કે ફરિયાદ અનુસાર, મિશ્રાની પત્ની તેમને શોધવા નીકળી હતી ત્યારે તે પાર્કિંગ એરિયામાં કારની અંદર એક અન્ય મહિલા સાથે જાેવા મળ્યા હતા. આ દૃશ્ય જાેઈને પત્ની મિશ્રા સાથે ઝગડો કરવા લાગી હતી.
તેથી મિશ્રાએ ત્યાંથી નાસી છૂટવા માટે કાર ભગાવી હતી અને આ દરમિયાન તેમની પત્નીના પગ, હાથ અને માથા ઉપર ઈજા થઈ હતી.
મળતી માહિતી મુજબ કમલ કિશોર મિશ્રા અને એક્ટ્રેસ યાસ્મીનના લગ્ન ૯ વર્ષ પહેલા થયા હતા. યાસ્મીને આક્ષેપ કર્યો છે કે મિશ્રા હવે કોઈ બીજી મોડલ સાથે રિલેશનશીપમાં છે. યાસ્મીનનું કહેવું છે કે એક દિવસ તે પોતાના પતિ કમલ કિશોર મિશ્રાના ઘરે ગઈ ત્યારે તેણે જાેયું હતું કે તે પોતાની ગાડીમાં બેસીને એક મોડેલ સાથે રોમાન્સ કરી રહ્યા હતા.