હાઉસફૂલ ૫ અને વેલકમ ટુ ધ જંગલમાં કલાકારો સરખા છે, સ્ટોરી નહીં: તલપડે
મુંબઈ, વર્ષ ૨૦૨૪ હોરર કોમેડીનું રહ્યું તો ૨૦૨૫માં કોમેડી ફ્રેન્ચાઇઝીની બે લોકપ્રિય ફિલ્મોનો વધુ એક ભાગ જોવા મળશે, ‘હાઉસફૂલ ૫’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’. હાઉસફૂલ ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મ તરુણ મનસુખાની ડિરેક્ટ કરે છે, જ્યારે વેલકમ સિરીઝની આ ત્રીજી ફિલ્મ હશે જે અહેમદ ખાન ડિરેક્ટ કરે છે.
રસપ્રદ વાત એ છે કે ઘણા કલાકારો એવા છે જે આ બંને ફિલ્મોમાં કામ કરતા જોવા મળશે. આ બંને ફિલ્મોમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે.તે ઉપરાંત સંજય દત્ત, બાબી દેઓલ, શ્રેયસ તલપડે, જોની લીવર અને જેકલીન ફર્નાન્ડિઝ જેવા કલાકારો બંને ફિલ્મોમાં છે.
બંને ફિલ્મો એક સરખી હોવાનું માનતા લોકો માટે સ્પષ્ટતા કરતા શ્રેયસ તલપડેએ કહ્યું, “બંને ફિલ્મોની વાર્તા ઘણી અલગ છે. બંને ફિલ્મોમાં કેટલાક કલાકારો પણ અલગ છે. જોકે, અમારામાંના કેટલાંક બંન્ને ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. બંનેની મૂળ વાર્તા ઘણી અલગ છે.
બંને ફિલ્મનો દેખાવ અને લાગણી પણ ઘણી અલગ હશે.” આગળ શ્રેયસ તલપડેએ કહ્યું, “આ બંને ફિલ્મો સદંતર મજા કરાવે એવી ફિલ્મો છે, સમગ્ર પરિવાર સાથે બેસીને માણી શકાય એવી ફિલ્મો છે. હું નસીબદાર છું કે હું બંને ફિલ્મોનો ભાગ બની શક્યો અને આ બંને ફિલ્મો આ વર્ષે રિલીઝ થાય તેની હું રાહ જોઉં છું.
આશા છે કે લોકો આ ફિલ્મો માણશે. તેમણે બીજી કોમેડી ફિલ્મોને આપ્યો છે એટલો પ્રેમ આ ળેન્ચાઇઝીની ફિલ્મોને પણ આપશે.”‘હાઉસફૂલ ૫’ ૬ જૂને રિલીઝ થશે. જ્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ આ વર્ષે ક્રિસમસ દરમિયાન રિલીઝ થશે.SS1MS