જાણીતી બ્રાન્ડ સિસ્કા ગ્રૂપએ પંખાના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/Syska-Fans-1024x1033.jpg)
બ્રાન્ડે સીલિંગ, પેડેસ્ટલ, ટેબલ, એક્ઝોસ્ટ, ડેકોરેટિવ, પોર્ટેબલ અને વોલ વેરિઅન્ટ એમ વિસ્તૃત રેન્જના પંખા પ્રસ્તુત કર્યા
મુંબઈ, ભારતમાં અગ્રણી FMEG બ્રાન્ડ સિસ્કા ગ્રૂપે આજે પંખાના સેગમેન્ટમાં એના પ્રવેશની જાહેરાત કરી હતી. સિસ્કાએ દરેક ઘર સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે નવી કેટેગરીઓમાં એની પ્રોડક્ટ લાઇન સાથે પ્રવેશ કર્યો છે અને વૃદ્ધિને સતત વેગ આપ્યો છે. સિસ્કાના પંખા એના ગ્રાહકો માટે સુંદરતા, ઇનોવેશન અને વાજબીપણોનો સુભગ સમન્વય ધરાવે છે.
સિસ્કાએ સીલિંગ, પેડેસ્ટલ, ટેબલ, એક્ઝોસ્ટ, ડેકોરેટિવ, પોર્ટેબલ અને વોલ વેરિઅન્ટ એમ તમામ પ્રકારની પ્રોડક્ટ રેન્જ પ્રસ્તુત કરીને પંખાના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. પરંપરાગત અને સુંદર એમ બંને પ્રકારના મોડલમાં ઉપલબ્ધ આ પંખા અત્યાધુનિક અવાજ ન કરે એવી મોટર અને પહોળા પાંખિયા ધરાવે છે, જે હવાનું શ્રેષ્ઠ ભ્રમણ પેદા કરે છે. સુંદર ડિઝાઇન અને પરફેક્શન ધરાવતા આ પંખા વૂડન, મેટલ, પ્લાસ્ટિક અને પારદર્શક પાંખિયાઓમાં ઉપલબ્ધ છે. આ વિવિધતાસભર પંખા અગ્રણી રિટેલ અને ઇ-ટેઇલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે, ગ્રાહકોને પસંદગી આપશે અને તેમની જરૂરિયાત માટે પરફેક્ટ પ્રોડક્ટ ખરીદવાની સરળતા પ્રદાન કરશે.
આધુનિક, સ્માર્ટ હોમ માટે ડિઝાઇન કરાયેલી આ નવી રેન્જમાં બિલ્ટ-ઇન એલઇડી લાઇટ્સ, રિમોટ-કન્ટ્રોલ ખાસિયતોથી લઈને ટાઇમર્સ સેટ કરવા, સ્પીડમાં વધઘટ કરવી કે સ્લીપ મોડ કન્ટ્રોલ ધરાવતા પંખા સામેલ છે. આ પંખા પાંખિયાની ત્રણ સાઇઝમાં ઉપલબ્ધ છે – (1200એમએમ, 600એમએમ, 900એમએમ), જે વિવિધ સાઇઝ ધરાવતા રૂમ માટે અનુકૂળ છે.
સિસ્કાએ ઇનોવેટિવ BLDC (બ્રશલેસ ડાયરેક્ટ કરન્ટ મોટર) પંખા પણ પ્રસ્તુત કર્યા છે, જે બ્રશલેસ મોટર ટેકનોલોજી જેવી વીજળી બચાવતી ખાસિયતો ધરાવે છે. એનાથી વીજળીના વપરાશમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. BLDC મોટરમાં વધારે જાડાઈ ધરાવતા કોપર વાઇન્ડિંગ હોવાના કારણે ઓછી ગરમી પેદા થાય છે એટલે પંખા લાંબો સમય ટકે છે.
નવા સેગમેન્ટમાં પ્રવેશ પર સિસ્કા ગ્રૂપના ડાયરેક્ટર શ્રી રાજેશ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, “આ સિસ્કા ગ્રૂપ માટે નવી કેટેગરીઓમાં પ્રવેશ કરીને એના પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાનો અને પંખાના વ્યવસાયમાં પ્રવેશ કરવાનો સારો સમય છે. આ કેટેગરીમાં વૃદ્ધિની પ્રચૂર સંભવિતતા રહેલી છે અને નજીકના ભવિષ્યમાં ઘરગથ્થું પંખાના સેગમેન્ટમાં સારો વધારો જોવા મળશે.
અમે સિસ્કામાં અમારા ઉપભોક્તાઓ માટે ઇનોવેટિવ ઉત્પાદનો અને સોલ્યુશનો સાથે ઊર્જાની બચત કરવા ગંભીરતા સાથે પ્રતિબદ્ધ છીએ. સિસ્કાના પંખા બ્રશલેસ ડાયરેક્ટ કરન્ટ મોટરની ઇનોવેટિવ ટેકનોલોજી સાથે આવશે, જે 50 ટકા સુધીની વીજળીની બચત કરવામાં મદદરૂપ થશે.
કંપની ફર્સ્ટ મૂવરનો લાભ લેવામાં હંમેશા માને છે અને અમે ભારતના ગ્રાહકોના જીવનમાં મૂલ્ય સંવર્ધન કરવા સ્ટાઇલિશ, અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ કામગીરી ધરાવતા પંખા પ્રસ્તુત કર્યા છે. અમારો ઉદ્દેશ સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલમાં અમારું પ્રદાન જાળવી રાખવાનો છે.”
સિસ્કા ગ્રૂપનો બ્રાન્ડ એમ્બેસેડર હવે રાજકુમાર રાવ છે. સિસ્કા ગ્રાહકની હાલની સતત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરે એવા ટેકનોલોજી સંચાલિત પથપ્રદર્શક ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં મોખરે છે. ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની પહેલોને અનુરૂપ નવી કેટેગરી સંપૂર્ણપણે ભારતમાં બની છે.