સુરતના વૃદ્ધના બંગલામાં ઘરકામ કરતી કામવાળી બિહારથી ઝડપાઈ
સુરતમાં બંગલામાં હાથફેરો કરનાર દંપતી બિહારથી ઝડપાયુ
સુરત, ભટાર વિસ્તારમાં રહેતા નારાયણ નંદલાલા ચીતલાંગીતા નામના વૃદ્ધના બંગલામાં ઘરકામ કરતી કાજલ અને ગીતા નામની કામવાળી ગત તા.૧૩-૨ના બંગલામાંથી રૂ.૨.૯૭ લાખના મત્તાનો હાથ ફેરો કરી ફરાર થઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં નારાયણ પ્રસાદના બંગલામાં ચોરી કરનાર સાસુ-વહુ બિહાર પંથકમાં શિવકુમારી પહાડી ખાતે રહેતા હોવાની બાતમી મળતા પોલીસે મજૂરોનો વેશપલટો કરી બિહારમાં ધામા નાખ્યા હતા અને બે દિવસ સુધી રેકી કરી સુનિલ રામજી શાહુ અને તેની પત્ની પૂજા સુનિલ શાહુને ઝડપી લીધા હતા.
પોલીસની વધુ તપાસમાં આ દંપતીએ વેસુ વિસ્તારમાં આવેલ સોમેશ્વર એન્કલેવમાં રહેતા કુણાલ જગદીશ શાહના બંગલામાં કામ કરતી પૂજા શાહુ સુંદરીદેવી શાહુનાં નામે કામ કરતી હતી અને બાદમાં રૂ.૯.૨૦ લાખની કિંમતના ૨૩ તોલા સોનાના દાગીનાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે સુંદરીદેવી રામજી શાહુની શોધખોળ શરૂ કરી હતી.