વકફની જમીન પરત લઈને ગરીબો માટે મકાન, શાળાઓ બનાવાશેઃ યોગી

હરદોઈ, વક્ફ સંશોધિત કાયદા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ સહિતના જિલ્લાઓમાં હિંસાની આગ પ્રસરી ગઈ છે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકરું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વક્ફની જમીનો પરત લેવાશે.
તેના પર હોસ્પિટલો, ગરીબો માટે મકાનો, શાળાઓ તેમજ યુનિવર્સિટીઓ બનાવાશે. રોકાણ માટે લેન્ડ બેંક તૈયાર થશે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે, ‘લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે હૈં. હુલ્લડખોરો લાઠી જ માનશે.
જેને બાંગ્લાદેશ પસંદ છે, એ બાંગ્લાદેશ જતા રહે.’ યોગીએ વધુએ ઉમેર્યું કે, બંગાળ સળગી રહ્યું છે, પરંતુ ત્યાંના મુખ્યમંત્રીની સાથે-સાથે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પણ મૌન છે.
મમતા બેનરજી હુલ્લડખોરોને શાંતિદૂત હે છે અને બિનસાંપ્રયદાયિકતાના નામ પર તેમને ખુલ્લી છૂટ આપી દીધી છે. આ પ્રકારની અરાજકતા પર લગામ લગાવવી જોઈએ. ત્યાંની કોર્ટને ધન્યવાદ આપીશ, જેણે ત્યાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ઉઠાવ્યા છે.SS1MS