ડાયાબિટીસમાં ઓરેન્જ ખાવી કેટલી લાભદાયક છે ?
ડાયાબિટીસમાં સંતરાનું સેવન લાભદાયક રહેશે
ડાયાબિટીસના દર્દીઓને ક્યાં ફળ ખવાય અને ક્યાં ન ખવાય એ બાબતે ઘણું કન્ફયુઝન રહેતું હોય છે. અહીં એકસપર્ટની સલાહ માનીએ તો એન્ટિઓક્સિડન્ટથી ભરપુર ઓરેન્જ એટલે કે સંતરા ડાયાબિટીસમાં સારો વિકલ્પ છે. યોગ્ય ડાયટ : ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. એનું સૌથી મોટું કારણ છે જીવનશૈલીમાં ફેરફાર અને ખાણી પીણી, ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે સંપૂર્ણપણે દૂર થતી નથી, જાેકે એના પર સંશોધન થઈ જ રહ્યા છે. હા, જીવનશૈલીમાં પરિવર્તન લાવીને એની અસર ઘટાડી શકાય છે. આ માટે યોગ્ય ડાયટ લેવું અને શારીરિક રીતે સક્રિય રહેવું જરૂરી છે.
ગ્લાઈરોમિક ઈન્ડેકસ : ડાયાબિટીસના દર્દીઓ મોટાભાગે પોતાના ડાયટને લઈને બહુ ચિંતાતુર હોય છે, ઘણાં લોકોને એ સવાલ થતો હોય છે કે સંતરા ખવાય કે નહી? તેનાથી ડાયાબિટીસ વધશે તો નહીં ને ? તો સૌ પ્રથમ તો એ જાણી લો કે સંતરાનો ગ્લાઈસેમિક ઈન્ડેકસ બહુ ઓછો હોય છે. એટલે તે બ્લડ શુગર લેવલને ધીમી ગતિએ વધોર છે. ગ્લાઈસેમિક ઈન્ડેક સએ કાર્બોહાઈડેટયુક્ત ખાદ્યપદાર્થોનું રેન્કિંગ છે. ખરેખર તો ડાયાબિટીસમાં ગ્લાઈસેમિક ઈન્ડેકસની ભૂમિકા મહત્વની છે, કારણ કે તે બ્લડ શુગરનું સ્તર જાળવી રાખે છે.
સંતરાનું સેવન : ડાયાબિટીસમાં સંતરાનું સેવન લાભદાયક રહેશે. સંતરામાં રહેલું ફાઈબર બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. એવામાં મીડિયમ સાઈઝના સંતરાનું સેવન તમારા શરીરમાં બ્લડ શુગરનું સ્તર જાળવી રાખવાની સાથે હીમોગ્લોબિન એ ૧સી કે જે બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે તેને પણ નિયંત્રણમાં રાખે છે. સંતરા ઓક્સિડેટિવ સ્ટ્રેચને કાબૂમાં રાખે છે તેમાં રહેલું ફોલેટ ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઘટાડવામાં મદદરૂપ બને છે અને આંખોનું તેજ વધારે છે પબ મેડ સેન્ટ્રલ દ્વારા પ્રસિદ્ધ એક સંશોધન મુજબ સંતરામાં ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ જાેવા મળે છે જેમકે વિટામીન-સી, જે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે.
લો ગ્લાઈસમિક ઈન્ડેકસ ફૂડના ફાયદા ઃ • બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખે છે. • ટાઈપ-ર ડાયાબિટીસ, હદયરોગ, સ્ટ્રોક અને એલ્ઝાઈમરથી બચાવે છે. • રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. • ભૂખને નિયંત્રણમાં રાખીને વજન ઓછું કરવામાં મદદરૂપ બને છે.