ઘરમાં તમે કેટલું સોનું રાખી શકો છો? જાણો છો
નિશ્ચિત માત્રાથી વધુ સોનું હોય તો તમારે તેના પૂરતાં કાગળિયા દર્શાવવા ફરજીયાત -ઘરમાં સોનું બિસ્કિટ અને ઈંટોના સ્વરૂપે રાખી શકાય કે નહિં તે જાણો છો?
નવી દિલ્હી, ભારતીય સમાજમાં સદીઓથી સોનાને ખાસ મહત્વ આપવામાં આવે છે. આજે પણ દરેક ભારતીય માટે સોનું રોકાણનો એક સારો ઓપ્શન હોવાની સાથે સંપન્નતાની નિશાની પણ છે. ભારતીય મહિલાઓનો સોનાના આભૂષણો પ્રત્યેનો પ્રેમ કોઇનાથી છૂપો નથી. ઘણા લોકોને અહીં સવાલ થતો હશે કે શું એવો કોઇ નિયમ છે કે ઘરમાં એક લિમિટથી વધારે સોનું ન રાખી શકાય?
તો તેનો સીધો અને સરળ જવાબ છે – ના ઘરમાં ગોલ્ડ રાખવા પર સરકારે કોઈ લિમિટ સેટ કરી નથી. આ સવાલ હાલ ખૂબ ચર્ચમાં છે કારણ કે ઘણી જગ્યાઓ પર ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવાની ઘટનાઓ સામે આવી હતી. આ દરમિયાન ઇનકમ ટેક્સ વિભાગે ઘરમાં મળેલા ઘરેણાં સહિત બધુ જ જપ્ત કરી લીધું હતું. ઘણા કિસ્સાઓમાં મહિલાઓએ પહેરેલા આભૂષણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
જેને લઇને ટેક્સ પેયર્સ અને ટેક્સ વિભાગ વચ્ચે ઘણી વખત તણાવની સ્થિત પણ ઊભી થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ દરોડામાં એક લિમિટ સુધી સોનું જપ્ત કરવામાં આવશે નહીં. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈનના જણાવ્યા અનુસાર, જો આ લિમિટમાં તમારી પાસે સોનું છે તો તેના દસ્તાવેજ ન હોવા પર પણ જપ્ત કરવામં આવતું નથી
જ્યારે તેનાથી વધારે સોનું છે તો તમારી પાસે તેના યોગ્ય દસ્તાવેજ હોવા જોઈએ. જો બધું બરાબર હશે તો જપ્ત થશે નહીં. પરિણીત મહિલા પાસે ૫૦૦ ગ્રામ સોનું, અવિવાહિત મહિલા પાસે ૨૫૦ ગ્રામ સોનું અને પુરુષ પાસે ૧૦૦ ગ્રામ સોનું હોઈ શકે છે. જો તમારી પાસે દરોડા દરમિયાન એટલા સોનાંના દસ્તાવેજો ન હોય તો પણ તેને જપ્ત કરી શકાય નહીં. નોંધનીય છે કે, આ માત્ર આભૂષણો વિશે છે.
સીબીડીટીના પરિપત્રમાં સોનાના બિÂસ્કટ અને ઈંટોનો કોઈ ઉલ્લેખ નથી. બળવંત જૈનના જણાવ્યા અનુસાર, ગોલ્ડ કંટ્રોલ એક્ટ ૧૯૬૮ હેઠળ ઘરમાં સોનું રાખવા પર મર્યાદા લગાવવામાં આવી હતી પરંતુ ૧૯૯૦માં તેને દૂર કરવામાં આવી હતી. ૧૯૯૪માં ઝ્રમ્ડ્ઢ્એ એક પરિપત્ર બહાર પાડીને તેના અધિકારીઓને ઉપરોક્ત મર્યાદા સુધી સોનાના દાગીના જપ્ત ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કરદાતાઓ અને આવકવેરા અધિકારીઓ વચ્ચે ઉભી થતી તણાવની સ્થિતિને ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. જો કે, જ્યારે ટેક્સ પેયર્સને તપાસ દરમિયાન વિભાગ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓએ આટલા સોનાથી સંબંધિત સાચા દસ્તાવેજો બતાવવાના રહેશે. જો કોઈ વ્યક્તિને દાદા-દાદી અથવા પૂર્વજો પાસેથી સોનાના દાગીના વારસામાં મળ્યા હોય, તો પણ આ જ નિયમ લાગુ પડશે. તેઓએ તે સોનાના દસ્તાવેજો બતાવવાના રહેશે.
તેઓએ પુરાવા આપવા પડશે કે આ દાગીના તેમના પૂર્વજોના છે. જો દસ્તાવેજો સાચા હશે તો તે જપ્ત નહીં કરવામાં આવે. જો દસ્તાવેજો ન હોય તો આવકવેરા વિભાગના અધિકારીઓ તે સોનું પોતાની સાથે લઈ જઈ શકે છે. તમે તેમને યોગ્ય દસ્તાવેજો સાથે પાછળથી મુક્ત કરાવી શકો છો.