Western Times News

Gujarati News

એક વ્યક્તિએ દિવસમાં કેટલુ તેલ ખાવુ જોઈએ ? અલગ અલગ મંતવ્યો

પ્રતિકાત્મક

રોજીંદા જીવનમાં તેલના વપરાશમાં ૧૦ ટકા ઘટાડો સ્વસ્થ જીવન તરફનો માર્ગ

નવી દિલ્હી,રોજીંદા જીવનમાં ભોજનમાં વપરાતા તેલને લઈને લોકોમાં અલગ અલગ મંતવ્યો છે વધારે પડતુ તેલ શરીરને નુકસાન કરે છે તો ઓછુ તેલ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ ઓછા તેલમાં બનેલ ખાવાનું ભાવતુ નથી. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલના વપરાશમાં ૧૦ ટકા કાપ મુકવાની વાત કરી હતી.

ખરેખર તો ભારતમાં લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યુ છે તેને કારણે અનેક પ્રકારના રોગ ઉદ્દભવે છે. How much oil should we consumed daily?

જો આમાંથી બચવુ હોય તો રોજીંદા વપરાશમાં તેલની માત્રા ઘટાડવી પડે. ખાસ તો યુવા પેઢી સ્થૂળ (મેદસ્વી) બનતી અટકશે. આજકાલ તો પીત્ઝા, બર્ગરમાં ચીઝનું પ્રમાણ વધ્યુ છે અને યુવા પેઢી આ પ્રકારના ફાસ્ટફૂડનો ભરપૂર આનંદ લઈ રહી છે. જેને કારણે પણ સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહયું છે. રોજીંદા વપરાશમાં સંભવતઃ ૧૦ ટકા તેલ ઓછુ વાપરવામાં આવે તો કદાચ ઝાઝો ફરક નહી પડે પરંતુ લાંબા ગાળે ઓછા તેલનું ખાવાનું ફાવી જશે. પરિણામે અનેક રોગોને આમંત્રણ આપતા મેદસ્વીપણામાં ઘટાડો થશે.

તેલ ખાવું આવશ્યક છે પરંતુ તેની માત્રામાં થોડો ઘટાડો થાય તો ઘણું સારૂ રહે છે તેમ તબીબો પણ કહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે ૧પ થી રપ ગ્રામ તેલ રોજીંદા વપરાશમાં ઉપયોગ કરવો સારૂ રહે છે તબીબોના મતે ચારથી પાંચ નાની ચમચી તેલ એક વ્યક્તિ માટે દિવસ દરમિયાન વપરાશ કરવુ યોગ્ય છે. પરંતુ તેમાં ૧૦ ટકા ઘટાડો કરાય તો ઝાઝો ફરક રહેશે નહી.

જોકે ઓઈલ ઓછુ કરવાની સાથે ઓછા તેલવાળુ ખાવા માટે જુદા-જુદા રસ્તાઓ છે તેમાં બેસ્ટ રસ્તો ‘શેલોફાઈ’નો છે ખૂબ જ ઓછા તેલમાં શાકભાજીને બનાવીને ખાઈ શકાય છે, થોડુ અઘરૂ છે કારણ કે ગુજરાતમાં તો ખાવાનામાં ઓછુ તેલવાળુ ચાલે જ નહિ. જમવામાં પાપડ-છાશ અને અથાણું તો લગભગ હોય. નવાયુગમાં હવે લોકો અથાણું ઓછુ નાંખતા થયા છે પરંતુ હજુ પણ અથાંણાં નાખવાની પધ્ધતિ યથાવત છે.

ટુંકમાં જેમ પંજાબ સહિતના રાજયોમાં ઘી ખાવાનું ચલણ વધારે છે તેમ ગુજરાતમાં તેલ ખાવાનું પ્રમાણ વધારે છે. તેલ રોજીંદા કેટલુ ખાવુ જોઈએ તેને લઈને અલગ અલગ મંતવ્યો છે તેમ કયુ તેલ ખાવુ તેને લઈ અનેક પ્રશ્નો લોકોના મનમાં છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ અપીલ કરી છે કે રોજીંદા વપરાશમાં તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવામાં આવે.

કારણ કે એકદમ તેલ ખાવાનું બંધ કરવાથી તેની માણસના મન પર અસર થાય છે, તેથી જ વડાપ્રધાને ક્રમશઃ રોજીંદા જીવનમાં ૧૦ ટકા ઓઈલ ઘટાડવા પર ભાર મૂકયો છે અને ધીમેધીમે તે આદત બની જતી હોય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.