લોકો કેવી રીતે કાચિંડાની જેમ રંગ બદલવા લાગ્યા છે
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. TMKOC ઘણીવાર અલગ-અલગ કારણોથી ચર્ચામાં પણ રહે છે. સીરિયલને હાલમાં જ ૧૪ વર્ષ પૂરા થયા છે અને અત્યારસુધીમાં ઘણા કલાકારો, જેઓ શરૂઆતથી તેનો ભાગ હતા, તેઓ તેને અલવિદા કહી ચૂક્યા છે.
‘તારક મહેતા’ના પાત્રમાં જાેવા મળેલા શૈલેષ લોઢાએ પણ આશરે ત્રણ મહિના પહેલા શો છોડી દીધો હતો અને હાલ તેઓ તેમના નવા શો ‘વાહ ભાઈ વાહ’માં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ એક્ટર વિશે વાત કરતાં કહ્યું હતું કે, કોઈના ન આવવાથી શો રોકાશે નહીં.
જૂના ‘તારક મહેતા’ આવે તો ઠીક છે નહીં તો નવા આવી જ જશે. હવે, શૈલેષ લોઢાએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેને લોકો પ્રોડ્યૂસર પર વળતા પ્રહાર તરીકે જાેઈ રહ્યા છે. શૈલેષ લોઢાએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કાચિંડાની એક તસવીર શેર કરી છે અને સાથે જ કવિતા લખી છે કે, લોકો કેવી રીતે કાચિંડાની જેમ રંગ બદલે છે.
તેમણે લખ્યું છે ‘મેં કાચિંડાને પૂછ્યું, કેમ છે ઉદાસ?, તેણે કહ્યું- રંગ બદલવાની એક જ તો કળા હતી મારી પાસે પરંતુ જુઓ ને આ સમય કેટલો ખરાબ થઈ ગયો હવે રંગ બદલનારાને લોકો કાચિંડો નથી કહેતા, કહે છે કે જુઓ આ તો માણસ બની ગયો- એક તાજી વ્યંગ કવિતા’. શૈલેષ લોઢાએ આડકતરી રીતે આસિત મોદી પર કટાક્ષ કર્યો હોવાનું તેમના ફોલોઅર્સ કહી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું છે ‘આડકતરી રીતે આસિત મોદી’, એક ફેન પેજે લખ્યું છે ‘કટાક્ષ સીધો પ્રોડ્યૂસર પર’, એકે લખ્યું છે ‘તમે સચોટ વાત કહી સર’. એક યૂઝરે કોમેન્ટ કરી છે ‘કંઈ પણ કહ્યા વગર પ્રોડ્યૂસર પર કટાક્ષ કરવાનું કોઈ આમની પાસેથી શીખે’.
એક્ટરના કેટલાક ફેન્સ તેમને ‘તારક મહેતા…’માં કમબેક કરવા માટેની વિનંતી કરી રહ્યા છે. એકે કોમેન્ટ કરી છે ‘તમે જબરદસ્ત છો સર, હું તમારો મોટો ફેન છું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમારા વગર અધૂરું છે. તમે ક્યારે વાપસી કરશો?.
જણાવી દઈએ કે, હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આસિત મોદીએ કહ્યું હતું કે, ‘હું બધાને સાથે જાેડીને રાખવા માગુ છું. પરંતુ જેમનું પેટ ભરાઈ ગયું છે અને લાગે છે કે, તેમણે ઘણું કરી લીધું. માત્ર ‘તારક મહેતા…’ પૂરતું સીમિત ન રહેવું જાેઈએ અને આગળ કંઈક કરવું જાેઈએ. જેઓ સમજવા નથી માગતા તેમને હું એકવાર વિચાર કરવા કહીશ. પરંતુ જાે તેઓ નહીં આવે તો શો અટકશે નહીં’.SS1MS