Western Times News

Gujarati News

રહેણાંક સોસાયટીઓમાં ચાલી રહેલા PG કેટલા અંશે વ્યાજબી?

પ્રતિકાત્મક

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પીજીને લઈ વિવાદ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પીજી એકવાર ફરી ચર્ચામા આવ્યા છે. શહેરના આનંદનગર વિસ્તારમાં પીજીને લઈ વિવાદ ઉઠ્‌યો છે. એલીગન્સ સોસાયટીમાં પીજીને લઈ અન્ય લોકોની અવરજવરને કારણે સોસાયટીના રહીશોની નારાજગી સામે આવી છે.

આ અંગે સોસાયટીના લોકોએ ત્રણ મહિનાના પાસ ઈશ્યુ રવાનો નિર્ણય કર્યો છે. જેમાં માત્ર પીજીમાં રહેતા લોકોને પ્રવેશ મળે તે માટે પાસ ઈશ્યુનો નિર્ણય લેવાયો છે. જો કે સોસાયટીના નિર્ણંય સામે પીજીમાં રહેતા છોકરા છોકરીઓ દ્વારા વિરોધ કરાયો છે.

આનંદ નગર વિસ્તારની નીલકંઠ એલીગન્સ સોસાયટીમાં વિવાદ સામે આવ્યો છે. રહીશોએ ઁય્ માં રહેતા યુવક યુવતીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. રહીશોનું કહેવું છે કે પીજીમાં રહેતા યુવક યુવતીઓ અછાજતું વર્તન જાહેરમાં કરે છે. સાથે જ તેઓ દારૂનું પણ સેવન કરે છે. રાતના સમયે સોસાયટીમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા ૭૦૦-૮૦૦ સુધી પહોંચી જાય છે.

પીજીના રહીશો સિવાય પણ અન્ય લોકોની અવરજવરને કારણે રહીશોમાં નારાજગી જોવા મળી. અગાઉ સોસાયટીના લોકોએ ત્રણ મહિના માટે પાસ ઈશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં માત્ર પીજી માં રહેતા લોકોને જ પ્રવેશ મળે તેવુ રહીશોનું કહેવું છે. તો બીજી તરફ, પીજીમાં રહેતા મોટાભાગના યુવક યુવતીઓએ પાસ લેવાની ના પાડી છે.

રહીશોનું કહેવું છે કે નીલકંઠ એલીગન્સમાં ૧૭૪ ફ્લેટ્‌સમાંથી ૭૪ માં પીજી ચાલે છે. અહીં લોકો ગેરકાયદે પેટાભાડુઆત રાખ્યા છે. એક વ્યક્તિએ ૨૫ ફ્લેટ્‌સ પીજી માટે આપ્યા છે. પીજીમાં રહેવા માટે આપવા પડતા ડોક્યુમેન્ટ્‌સ પણ જમા કરાવ્યા નથી. આ સિવાય સોસાયટીનું મેઇન્ટેન્સન પણ સમયે ચૂકવામાં આવતું નથી. જે કારણે સોસાયટીના રહીશો દ્વારા પીજીના સંચાલકો અને પીજીમાં રહેતા લોકો સામે રોષ ફાટી નીકળ્યો છે.

આમ, સોસાયટીમાં મોડીરાત્રે પીજી રહેતા લોકો અવરજવર સાથે કેટલીક અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આગામી ૧ મેથી સંપૂર્ણપણે સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ બંધ કરાવવામાં આવશે. જેમાં સ્થાનિકો દ્વારા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સ્થાનિક કોર્પોરેટરને પીજી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.