અકસ્માતમાં કેવી રીતે બચવું અને મદદરૂપ થવું ?

પ્રતિકાત્મક
હિંમતનગરમાં સ્કાઉટ-ગાઈડને માહિતી અપાઈ-સાબરકાંઠા- અરવલ્લી ભારત સ્કાઉટ-ગાઈડનો જિલ્લા મહોત્સવ યોજાયો
મોડાસા, સાબરકાંઠા- અરવલ્લી ભારત સ્કાઉટ-ગાઈડનો સ્વ. લીલાધર પંચાલ જિલ્લા મહોત્સવ ડી.એમ.બી.પી. હાઈસ્કૂલ બામણા મુકામે યોજાયો હતો. જેમાં હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડીની ટીમ દ્વારા સ્કાઉટ ગાઈડ બાળકો માટે વિશેષ માહિતી આપવામાં આવી હતી. કુદરતી અને માનવ સર્જિત આપતીઓ આવે ત્યારે કેવી રીતે બચાવ કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આગ લાગી હોય ત્યારે તેને કેવી રીતે બુજાવી શકાય, ડૂબતા માણસને કેવી રીતે બચાવવો, વાવાજોડું આવે ત્યારે શું કાળજી રાખવી, ધાબા ઉપર આગમાં ફસાયેલા વ્યક્તિને કેવી રીતે નીચે ઉતારવો વિવિધ આપત્તીઓ દરમિયાન ક્યાં સાધનોને કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે સમજાવ્યું હતું. તેમાં હેમર, ફરશી, માસ્ક સાથે ઓÂક્સજન સિલિન્ડર, લોખંડ અને લાકડું કાપવાનું કટર, સ્વિમિંગ સ્યુટ, વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત ફાયર સેફટીમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય અને કેટલા વર્ષનો કોર્સ આવે અને કેટલા વર્ષની અને કેવી ટ્રેનિંગ હોય છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ કુલપતિ સિદ્ધરાજ સોલંકી, ઉપપ્રમુખ નિમેષ ત્રિવેદી, પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ જોદ્ધા, રોવર માસ્ટર સંજય રાવલ, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર સંગીતાબેન સોની,
જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, શાળાના આચાર્ય અરવિંદભાઈ પટેલ, બામણા કોલેજના આચાર્ય તથા શાળાનો સ્ટાફ તેમજ વિવિધ સંસ્થાઓના સ્કાઉટર ગાઈડર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.