ખરાબ ફિલ્મો બનાવશો તો કેવી રીતે ચાલશે?: સલમાન
મુંબઈ, બોલિવુડના સુપરસ્ટાર સલમાનખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાનના પ્રમોશન વ્યસ્ત છે, ત્યારે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સલમાન ખાન એક અવોર્ડ શૉની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મો વિશે સલમાન ખાને દિલ ખોલીને વાત કરી હતી. સલમાન ખાને જણાવ્યુ હતુ કે, બોલિવુડમાં કેમ સતત ફિલ્મો ફ્લોપ થઈ રહી છે.
સલમાન ખાને કહ્યુ કે, ‘બોલિવુડમાં ખોટી ફિલ્મો બની રહી છે અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે. ફિલ્મ નિર્માતાઓને લાગે છે કે, તેઓ એક સારી ફિલ્મ બનવી રહ્યા છે પરંતુ આ સાચુ નથી. હું ઘણા લાંબા સમયથી કહી રહ્યો છું કે, આપણી હિંદી ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી રહી નથી.
ખરાબ ફિલ્મો બોક્સ ઓફિસ પર કેવી રીતે ચાલે? દરેક લોકોના મગજમાં હોય છે કે, તેઓ મુગલ એ આઝમ બનાવી રહ્યા છે, શોલે બનાવી રહ્યા છે, હમ આપકે હૈ કોન અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ ખરેખરમાં આ ફિલ્મો સારી હોતી નથી.
હું એવા ડિરેક્ટરોને મળ્યો છું, જે હિન્દુસ્તાનને માત્ર અંધેરીથી કોલાબા સુધીનું સમજે છે, ખરેખરમાં તે હિન્દુસ્તાન છે જ નહીં. આજકાલના ડાયરેક્ટર સમજે છે કે, તે કૂલ ફિલ્મો બનાવી રહ્યા છે, પરંતુ ખરેખરમાં તેવુ હોતુ નથી. પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાનની ફિલ્મનું પ્રમોશનમાં સલમાન ખાને કહ્યુ હતુ કે, ફિલ્મ ૨૧ એપ્રિલે રિલીઝ થઈ રહી છે, તમે બધા આ ફિલ્મ જાેવા જજાે.
અમે ખૂબ મહેનતથી ફિલ્મ બનાવી છે. આ ક્લિપને ભૂલી ન જતા. નહીંતર તમે પાછળથી કહેશો કે, સલમાન ખાન ફિલ્મો વિશે કેટલુ બધુ બોલી રહ્યો હતો અને તેની ફિલ્મ જ જૂઓ. સલમાન ખાનના આ નિવેદન પર લોકો જાેરજાેરથી હસવા લાગ્યા હતા.SS1MS