HPએ AI પાવર્ડ સ્પેક્ટર લેપટોપની નવી શ્રેણી લોંચ કરી
નવી દિલ્હી, એચપીએ આજે ભારતમાં તેના ઓલ-ન્યુ સ્પેક્ટર 13.5×360 અને સ્પેક્ટર 16 લેપટોપ્સને લોંચ કર્યાં છે. આજના હાઇબ્રિડ વિશ્વમાં કામ કરવામાં, વપરાશમાં સરળતા તથા અનુકૂળતા માટે નિર્મિત નવા સ્પેક્ટર x360 13.5 અને 16 તેની સ્ટાઇલમાં પ્રીમિયમ છે,
જે 3:2 વિન્ડોઝ કન્વર્ટિબલ સાથે 91 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો તેમજ એડપ્ટિવ ઇન્ટેલિજન્સ ઓફર કરે છે. આ નવા પ્રોટફિલોયનું ક્રાંતિકારી પર્ફોર્મન્સ, મોબિલિટી અને વધુ સારી સુરક્ષા ટેક-સેવી યુઝર્સને અવિરત અને સહયોગી વપરાશ કરવા માટે સક્ષમ કરશે.
આજના વર્કિંગ પ્રોફેશ્નલ્સ અને વિશેષ કરીને યુવાનો અને જનરેશન ઝેડ કામ અને મનોરંજન વચ્ચે સંતુલન સાધવા માટે એક જ ડિવાઇસની અપેક્ષા રાખે છે. ઓલ-ન્યુ સ્પેક્ટર પોર્ટફોલિયો ખાસ કરીને આ યુઝર્સની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને વિકસાવવામાં આવ્યો છે. તે ઇન્ટેલ ઇવીઓ પ્લેટફોર્મ સાથે 12મી જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર્સથી સજ્જ છે,
જેથી વધુ સારુ મલ્ટી-ટાસ્કિંગ પર્ફોર્મન્સ મળી રહે. કોઇપણ સ્થળ અને કોઇપણ રીતે કામ કરવાની ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરતાં એચપી સ્પેક્ટર x360 પોર્ટફોલિયો એઆઇ-પાવર્ડ ઇન્ટેલિજન્ટ ફીચર્સ ઓટો-ફ્રેમ, નોઇઝ રિડક્શન, ડાયનામિક વોઇસ લેવલિંગ, હેલ્થ એન્ડ વેલ-બિઇંગ ફીચર્સ, એઆઇ આધારિત પ્રાઇવસી એલર્ટ અને સાઉન્ડ એન્હેન્સમેન્ટ જેવાં ફીચર્સ ધરાવે છે, જેથી યુઝર્સને ખૂબજ સારો અનુભવ મળી રહે.
પેલે બ્રાસ એક્સેન્ટ સાથે નાઇટફોલ બ્લેક અને સેલેસ્ટિયલ બ્લુ એક્સેન્ટ્સ સાથે નોક્ટર્ન બ્લૂમાં ઉપલબ્ધ સ્પેર્ટર x360 લેપટોપ આકર્ષક ડિઝાઇન અને ફીચર્સ ધરાવે છે. આ ઉપરાંત પાવર સેવર અને એડપ્ટિવ બેટરી ઓપ્ટિમાઇઝર મોડ ચાર્જિંગની ઉપલબ્ધતા ન હોય ત્યાં બેટરી લાઇફમાં વધારો કરે છે.
વધુમાં એચપીએ નવા સ્પેક્ટર x360 લેપટોપ સાથે તેની ટકાઉપણા પ્રત્યેની કટીબદ્ધતા પણ પુનઃવ્યક્ત કરી છે. વિશ્વના સૌથી ટકાઉ પીસી પોર્ટફોલિયો ઉપર નિર્મિત સ્પેક્ટર પોર્ટફોલિયો રિસાઇકલ કરેલા એલ્યુમિનિયમ અ ઓશન-બાઉન્ડેડ પ્લાસ્ટિક્સમાંથી તૈયાર કરાયો છે. એચપી પર્યાવરણ ઉપર સકારાત્મક અસર પેદા કરવા માટે પ્રતિબદ્ધ છે તેમજ બ્રાન્ડ તેની પ્રોડક્ટ્સ અને પેકેજિંગમાં રિન્યૂએબલ અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં એચપી ઇન્ક.ના પર્સનલ સિસ્ટમ્સના સિનિયર ડાયરેક્ટર વિક્રમ બેદીએ કહ્યું હતું કે, “એચપી ખાતે અમે અમારા ગ્રાહકોને બેસ્ટ સોલ્યુશન્સ ડિલિવર કરવા ઇનોવેશન આધારિત ઇનસાઇટ્સ ઉપર કેન્દ્રિત છીએ.
નવા એચપી સ્પેક્ટર x360 લેપટોપ આકર્ષક, પાવરફુલ તેમજ આધુનિક ગ્રાહકોને એવાં ટુલ્સ અને ટેક્નોલોજી પ્રદાન કરે છે કે જે આજના હાઇબ્રિડ વિશ્વની તેમની સંભાવનાઓમાં વધારો કરે છે. સ્પેક્ટર રેન્જમાં વિવિધ એઆઇ ફીચર્સ છે જેમકે જેશ્ચર કંટ્રોલ અને ઓટોફ્રેમ. તેનાથી ઇન્ટેલિજન્ટ પ્રોડક્ટ્સ પ્રયાસ કરાયો છે, જે આજના યુવાનોને તેમનું શ્રેષ્ઠ પ્રદર્શિત કરવા માટે મદદરૂપ બને છે.”
ઓએલઇડડી ડિસ્પ્લેના સ્પષ્ટ અને વાઇબ્રન્ટ કલર્સ બોલ્ડ, શાર્પ ડિટેઇલ્સ સાથે અદ્ભુત કોન્ટ્રાસ્ટ ખૂબજ ઉત્તમ પ્રતિભાવ અને રચનાત્મક અનુભવ સર્જે છે. હાઇબ્રિડ એનવાયર્નમેન્ટ માટે સતત, ઝડપી કનેક્શનની જરૂર રહે છે તેમજ સ્પેક્ટર x360 ઇન્ટેલ વાઇ-ફાઇ 6ઇ અને ઠંડરબોલ્ટ 4 પોર્ટ સાથે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. એચપીનું ક્વિક ડ્રોપ વિવિધ મોબાઇલ ઉપકરણ, વિવિધ ઓએસ ઉપર વાયરલેસ શેરિંગ સક્ષમ કરે છે,
જેથી ઓન-ધ-ગો ક્રિએટિવિટીમાં વધારો કરી શકાય છે. ગ્રાહકો એચપી ક્વિકડ્રોપ સાથે કોઇપણ ડિવાઇસને સરળતાથી ઉમેરી અથવા બાકાત સરળતાથી કરી શકે છે. આ ઉપરાંત ડ્યુએટ ફોર એચપી વર્કસ્પેસ વધારવામાં તથા વધુ રચનાત્મક વિકલ્પો માટે વધુ ઉપકરણો કનેક્ટ કરવામાં પણ મદદરૂપ બને છે. એચપી પેલેટ ઓફરિંગને વિસ્તારતા એઆઇ ફોટોમેથ ફીચર તમારા ડિવાઇસમાં લાખો ફોટોમાંથી ચોક્કસ ચહેરાને શોધવામાં પણ મદદ કરે છે.
એચપી સ્પેક્ટર x360 પોર્ટફોલિયો
એઆઇ પાવર્ડ
· પોઝ, પ્લે, ફોરવર્ડ અને પ્રિવિયસ જેવાં જેશ્ચર કંટ્રોલ
· વોક અવે લોક અને વેક ઓન અપ્રોચ જેવાં સિક્યુરિટી ફીચર્સ
· ટૂંકા અંતરાલ માટે સ્ક્રિન ડિસ્ટન્સ રિમાઇન્ડર અને સ્ક્રિન ટાઇમ રિમાઇન્ડર જેવાં આરોગ્ય અને સુખાકારી માટેના ફીચર્સ
· એચપી ઓટો ફ્રેમ કેમેરા ફીચર્સથી તમે કોઇપણ જગ્યાએ ફોકસમાં રહો છો
· એઆઇ-આધારિત પ્રાઇવસી એલર્ટથી જાહેર સ્થળો ઉપર તમારી પાછળ કોઇ હોય તો સ્ક્રીન બ્લર કરે છે
વિડિયો અને ઓડિયો અનુભવ
· એચપી પ્રેઝન્સ અને એચપી ગ્લેમકેમ સાથે પોર્ટફોલિયોની રચના કરાઇ છે, જેથી બેજોડ વિડિયો અને ઓડિયો કોલ એક્સપિરિયન્સ ડિલિવર કરી શકાય
· રૂમમાં તમે કોઇપણ જગ્યાએ કેમ ન હોવ, ઇન્ટરેક્ટિવ વિડિયો અને સાઉન્ડ એક્સપિરિયન્સ માટે એચપી ઓટો ફ્રેમ અને એચપી ડાયનામિક વોઇસ લેવલિંગ
· તમે કોલ ઉપર વાત કરી રહ્યાં હોવ ત્યારે કોઇપણ માહોલમાં વિડિયો ઇમેજને ઓટો કરેક્ટ કરવા માટે બેકલાઇટ એડસ્ટમેન્ટ
· એપિયરન્સ ફિલ્ટરથી તમે ત્વચા, દાંત અને આંખોને સરળતાથી ટચ અપ કરી શકો છો
· બાય-ડાયરેક્શનલ એઆઇ નોઇઝ રિડક્શન, ડાયરેક્શનલ બીમફોર્મિંગ માઇક અને ક્વાડ સ્પીકર્સથી વિડિયો અને ઓડિયો કોલમાં બેજોડ સાઉન્ડ એક્સપિરિયન્સ મળી રહે છે.
પ્રદર્શન
· એચપી સ્પેક્ટર x360 16 ઇન્ટેલ ઇવો પ્લેટફોર્મ સાથે આધુનિક 12મી જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર્સ ઉપર તૈયાર કરાયું છે, જે ગત જનરેશન અને ઇન્ટેલ આર્ક ગ્રાફિક્સ સામે 54 ટકાનો સુધારો આપે છે
· એચપી x360 13.5 લેપટોપ ઇન્ટેલ ઇવો પ્લેટફોર્મ સાથે 12મી જનરેશન ઇન્ટેલ કોર પ્રોસેસર પાવર્ડ છે
· જોવાના વધુ પ્રાકૃતિક અનુભવ માટે 4કે ઓએલઇડી 100 ટકા કલર કેલિબ્રેશન ડિસ્પ્લે તેમજ સરળ અને રિસ્પોન્સ એક્શન માટે 2 ગણા ઝડપી ડિસ્પ્લે રિફ્રેશન રેટ માટે 120 એચઝેડ ડિસ્પ્લે
· પિન્ચ-ટુ-ઝુમ, ડબલ ટેપ તેમજ પ્રેસ એન્ડ હોલ્ડ જેવાં મલ્ટી-જેશ્ચર માટે ટચ ડિસ્પ્લે, જેથી ડ્રોઇંગ્સ અને રચનાત્મક કન્ટેન્ટ તૈયાર કરી શકાય છે. તે સરળતાથી નોટ અથવા સ્કેચ સાથે મેગ્નેટિક સાથે એમપીપી 2.0 ટિલ્સ પેન ડિવાઇસ સાથે જોડાયેલી છે
· વિવિધ સ્ક્રિન સાઇઝ અને આસ્પેક્ટ રેશિયો તમારી રચનાત્મકતા માટે બેસ્ટ ફીટ ઓફર કરે છે. વેબ બ્રાઉઝિંગ અને કામકાજ માટે 3:2 આસ્પેક્ટ રેશિયો ડિવાઇસમાંથી પસંદ કરો તેમજ વિડિયો અને ઓડિયો એડિટિંગ માટે 16:10માંથી પસંદગી કરો
પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર્સ
· સમગ્ર દિવસ કામ કરી શકાય તે માટે 16 કલાક ચાલતી બેટરી તથા 30 મીનીટમાં 50 ટકા ફાસ્ટ ચાર્જ
· ચાર્જિંગની ઉપલબ્ધતા ન હોય ત્યારે પાવર સેવર મોડ બેટરની આવરદા વધારે છે
· ઇન્ટેલ ડાયનામિક ટર્નિંગ ટેક્નોલોજીથી પીસીના પાવરને એડજસ્ટ કરીને ઓવરહીટીંગ અથવા બેટરી ડ્રેઇન ઘટાડી શકાય છે
· એડપ્ટિવ બેટરી ઓપ્ટિમાઇઝર બેટરીનું તાપમાન, બેટરી-ચાર્જિંગ સ્ટેટસ અને ઉપયોગનો સમય સૂચવે છે, જેથી બેટરીની તંદુરસ્તી જાળવી શકાય
· એપ્લીકેશન આધારિત સ્માર્ટ સેન્સ ડિવાઇસનું પર્ફોર્મન્સ, તાપમાનને જાળવે છે
આઇસેફ સર્ટિફાઇડ ડિસ્પ્લે
· ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર લો બ્લૂ-લાઇટ ડિસ્પ્લે પ્રદાન કરવા ટીયુવી સર્ટિફાઇડ
· હંમેશા ઓન બ્લૂ લાઇટ ફિલ્ટર કે જે જોવામાં અનુકૂળતા આપે છે
· સેટિંગ્સ એડજસ્ટ કર્યાં વિના ડિસ્પ્લેમાં બિલ્ટ રાઇટ
· સુંદર કલર પ્રદાન કરવા માટે રિડિસ્ટ્રિબ્યુટ્સ લાઇટ એનર્જી
· સરળ અનુભવ માટે ફ્લિકર ફ્રી અને એન્ટી-રિફ્લેક્શન ડિસ્પ્લે
ડિઝાઇન
· સુંદર જેમ કટ અને ડ્યુઅલ ચેમફેર એંગ્યુલર ડિઝાઇન હાઇ-પ્રિસિઝન એલ્યુમિનિયન સીએનસીથી હાંસલ થઇ
કિંમત અને ઉપલબ્ધતા
· પેલે બ્રાસ એક્સેન્ટ્સ સાથે નાઇટફોલ બ્લેક અને સેલેસ્ટિકલ બ્લૂ એક્સેન્ટ્સ સાથે નોક્ટર્ન બ્લૂ જેવાં આકર્ષક કલર કોમ્બિનેશનમાં ઉપલબ્ધ
· એચપી સ્પેક્ટર 13×360 રૂ. 114999ની શરૂઆતી કિંમત તેમજ કોર આઇ7 વર્ઝન સાથે માસિક રૂ. 5499માં ઉપલબ્ધ બનશે
· એચપી સ્પેક્ટર 16360 આઇ7 રૂ. 139999 સાથે માસિક રૂ. 6555માં ઉપલબ્ધ બનશે.
ઓફર્સ
· પ્રત્યેક પર્ચેઝ પ્રાઇઝ ઉપર રૂ. 10000 સુધીના સ્પેશિયલ ટોપ અપ એક્સચેન્જ સાથે રૂ. 15000 સુધીના એક્સચેન્જ લાભો
· વન-ટાઇમ-ઓફર તરીકે એમેક્સ ક્રેડિટ અને એચડીએફસી બેંક અને ક્રેડિટ કાર્ડ ઉપર 10 ટકા રૂ. 10,000 સુધીનું કેશબેક ઉપલબ્ધ
· પસંદગીના એચપી વર્લ્ડ, ક્રોમા, રિલાયન્સ સ્ટોર ઉપર પ્રી-બુકિંગ 1 જૂનથી ઉપલબ્ધ તથા વિશેષ પ્રી-બુકિંગ એક્સેસરિઝની ઓફર
· નવા સ્પેક્ટ ડિવાઇસ ઉપર 3 વર્ષ ઓનસાઇટ અને વોંરંટી, 3 વર્ષ માટે રૂ. 14499ના મૂલ્યનું પ્રોટેજેન્ટ એન્ટીવાઇરસ ફ્રી
નવા સ્પેક્ટ ડિવાઇસ સાથે રૂ. 4230ના મૂલ્યના 20 એડોબ સોફ્ટવેર સહિત 1 મહિના માટે એડોબ ક્રિએટિવ ક્લાઉડ ફ્રી