Western Times News

Gujarati News

એક્સ વાઈફની બર્થ ડે પાર્ટીમાં હૃતિક ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો

મુંબઈ, હૃતિક રોશન એક્સ વાઈઝ સુઝેન ખાનની બર્થ ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યો હતો. આ બર્થ ડે પાર્ટીમાં સુઝેનનો બોય ફ્રેન્ડ અર્સલન ગોની પણ હાજર હતો. ખુદ સબા આઝાદે જ સુઝેનની આ બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી.

આ પાર્ટીમાં હૃતિક, સુઝેન, સબા તથા અર્સનલ ગોનીએ સાથે સાથે પોઝ પણ આપ્યા હતા. એક્સ હસબન્ડ-વાઈફ અને તેમના નવા પાર્ટનર્સની આ તસવીરો જોઈ ચાહકો ચકિત બન્યા હતા. કેટલાકે કોમેન્ટ કરી હતી કે હૃતિક અને સુઝેન કોઈ જાતની કડવાશ વિના પોતપોતાની જિંદગી માણી રહ્યા છે તે સારી વાત છે.

કેટલાકે સબા આઝાદ અને અર્સલન ગોનીની ઉદારતાને પણ વખાણી હતી કે તેઓ હૃતિક-સુઝેનને આટલી સ્પેસ આપે છે. કોઈએ એવી પણ કોમેન્ટ કરી હતી કે આટલી બધી દરિયાદિલી શક્ય નથી.

ખબર નહીં આ લોકો કઈ દુનિયામાં રહે છે. ઉલ્લેખનીય છે કે હૃતિક, સુઝેન, સબા અને અર્સલન અનેક ફંકશન્સમાં સાથે જોવા મળે છે અને તેઓ સાથ સાથે પ્રવાસે પણ જાય છે. દરમિયાન સુઝેનની આ બર્થ ડે પાર્ટીજમાં ઝાયદ ખાન, ફરદીન ખાન, ભાવના પાંડે, મહિપ કપૂર સહિતની હસ્તીઓ પણ હાજર રહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.