થિયેટરમાં બધાની વચ્ચે ફાઇટર જોવા પહોંચ્યો હૃતિક
મુંબઈ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર હૃતિક રોશનની ફાઇટર મુવી ગુરુવારના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મને લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ ફાઇટરે માત્ર ભારતમાં બે દિવસમાં ૬૫ કરોડની કમાણી કરી લીધી છે.
આ પરથી એવું લાગી રહ્યુ છે કે દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી રહી છે. જો કે આ મુવી ફિલ્મ જોયા પછી ફેન્સ હૃતિક રોશનના વખાણ કરી રહ્યા છે. ફિલ્મ જોયા પછી ફેન્સ ડાયલોગ અને એક્શનના વખાણ કરી રહ્યા છે. આ વચ્ચે હૃતિક રોશને સોશિયલ મિડીયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં હૃતિક રોશન એના કો સ્ટાર્સની સાથે થિયેટરમાં પહોંચ્યો છે.
ફાઇટર સ્ટાર હૃતિક રોશનને થિયેટરમાં જોઇને ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા. હૃતિક રોશને એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે હૃતિક રોશન એના કો સ્ટાર અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને ફિલ્મ ફાઇટર ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે મલ્ટીપ્લેક્સમાં જોવા મળ્યો. ફાઇટર મુવીની પૂરી ટીમ ફિલ્મ જોતા સમયે લોકો રિએક્શનને માર્ક કર્યા.
આ સાથે મુલાકાત પણ કરી. ફેન્સ એમના ફેવરિટ સ્ટાર્સને જોઇને એકદમ ખુશ થઇ ગયા. હૃતિક રોશને આ વિડીયો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે ઔર યે હો ગયા..યહી કારણ હૈ કી મેં જો કરતા હૂં વો કરતા હૂં..ઇન મુસ્કુરાતે ચહેરો કો દેખકર બહુ ખુશ હુએ.
આપ સભી કે પ્યાર કે લિએ બહુત-બહુત ધન્યવાદ, ફિલ્મ ફાઇટર ટીમનો આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. ભારતીય વાયુસેના પર આધારિત આ અદ્ભુત એક્શન ફિલ્મમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ ઉપરાંત અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.SS1MS