વોર ૨ માટે ઋત્વિક રોશને જુનિયર એનટીઆરથી બે ગણી ફી વસૂલી

મુંબઈ, ફિલ્મ વોર ૨ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. યશ રાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં ફરી એકવાર ઋતિક રોશન રા એજન્ટ કબીર ધારીવાલ તરીકે દુશ્મનો સામે લડતા જોવા મળશે.
જોકે, તેમનું આ વાર સરળ નહીં હોય, કારણ કે તેમનો સામનો દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે છે, જે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે.
ફિલ્મમાં કબીર તરીકે ઋતિક રોશન જુનિયર એનટીઆર પર કેવી રીતે જીત મેળવશે તે તો ‘વોર ૨’ સિનેમાઘરોમાં આવ્યા પછી જ ખબર પડશે, પરંતુ ફીની દ્રષ્ટિએ બોલિવૂડના ગ્રીક ગોડ પહેલાથી જ આરઆરઆર સ્ટાર પર જીત મેળવી લીધી છે.
જુનિયર એનટીઆર કરતાં ઋતિક કેટલો વધુ ચાર્જ લે છે તે જાણવા માટે નીચે સંપૂર્ણ વિગતો વાંચો.ઋતિક રોશન છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં સમાચારમાં નથી, પરંતુ તેના કારણે તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી અને વોરની સિક્વલની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર હોવાથી, રિપોર્ટ પ્રમાણે મેકર્સ અભિનેતાને તેની માંગણી કરેલી રકમ ચૂકવવામાં કોઈ સંકોચ કર્યાે નથી.
ઋત્વિક રોશન અને કિયારા અડવાણીનો રોમાંસ આ ફિલ્મમાં પહેલી વાર ચાહકોને જોવા મળશે. જેની એક ઝલક તમે પહેલાથી જ જોઈ લીધી હશે.
આ વર્ષે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા, ૧૪ ઓગસ્ટે વોર -૨ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમથી લઈને સલમાન ખાન, શાહરૂખ ખાન-અનિલ કપૂર અને આલિયા ભટ્ટ કેમિયો કરતા જોવા મળશે.SS1MS