હૃતિક રોશને વિક્રમ વેધાનું શૂટિંગ દુબઈમાં કરવા મેકર્સને મજબૂર કર્યા હતા

મુંબઈ, ઋતિક રોશન ફરી એકવાર મોટા પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. આ વખતે તેની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલમાં જાેવા મળશે. અમે ફિલ્મ વિક્રમ વેધાની વાત કરી રહ્યા છીએ. તાજેતરમાં જ ફિલ્મના બજેટ અને શૂટિંગ લોકેશનને લગતી અનેક પ્રકારની અટકળો સામે આવી હતી.Hrithik Roshan forced the makers to shoot Vikram Vedha in Dubai
એવુ કહેવામાં આવી રહ્યુ હતું કે હૃતિક રોશને મેકર્સ આગળ એવી ડિમાન્ડ કરી હતી કે બજેટ ડબલ થઈ ગયુ હતું. એવી અટકળ હતી કે અભિનેતાના કહેવા પર ફિલ્મને ઉત્તર પ્રદેશના સ્થાને દુબઈમાં શૂટ કરવામાં આવી. કારણકે અભિનેતા ઉત્તરપ્રદેશમાં શૂટ કરવા તૈયાર નહોતો.
હવે ફિલ્મમેકર્સે આ તમામ બાબતો પર ખુલાસો આપ્યો છે. પાછલા ઘણાં સમયથી વિક્રમ વેધાને લગતી નેગેટિવ ખબરો સામે આવી રહી હતી.
આવા તમામ પાયાવિહોણા રિપોર્ટ્સ પર પૂર્ણવિરામ મૂકવા માટે પ્રોડક્શન હાઉસ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ તરપતી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે જેમાં શૂટિંગ લોકેશન અને બજેટની હકીકત જણાવવામાં આવી છે.
સોશિયલ મીડિયા હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, અમે વિક્રમ વેધાના શૂટિંગ લોકેશન્સ બાબતે ઘણી મિસલીડિંગ અને પાયાવિહોણી ખબરો જાેઈ રહ્યા છીએ. અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે વિક્રમ વેધાનું મોટાભાગનું શૂટિંગ ભારતમાં કરવામાં આવ્યું છે, જેમાં લખનઉ પણ સામેલ છે. ફિલ્મનો એક ભાગ યુનાઈટેડ અરબ એમિરાટ્સમાં ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૧માં શૂટ કરવામાં આવ્યો હતો.
કારણકે આ એકમાત્ર સ્થળ હતું જ્યાં બાયો-બબલ વાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. જ્યાં ક્રૂના સ્ટેની વ્યવસ્થા થઈ શકતી હતી. તેઓ સ્ટૂડિયોમાં સેટના નિર્માણની પણ મંજૂરી આપે છે. અમે સ્વાસ્થ્ય અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આમ કરવાનો ર્નિણય લીધો.
આ ફેક્ટ્સને તોડી-મરોડીને રજૂ કરવા એ ખોટી વાત છે. તમને જણાવી દઈએ કે, ભારતીય લોકકથા વિક્રમ અને વેતાળ પર આધારિત વિક્રમ વેધા એક એક્શન ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જે એક કડક પોલીસ ઓફિસરની સ્ટોરી છે. તે એક ખતરનાક ગેંગસ્ટરને શોધવા માટે નીકળી જાય છે. આ ફિલ્મમાં હૃતિક અને સૈફને એકસાથે જાેવા માટે ફેન્સ આતુર છે.
આ ફિલ્મને ગુલશન કુમાર, ટી-સીરિઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્ક્સ અને સ્ટૂડિયોઝના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મનું ડિરેક્શન પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આ સિવાય રોહિત સરાફ, યોગિતા બિહાની, શારિબ હાશમી અને સત્યદીપ મિશ્રા પણ છે.SS1MS