Western Times News

Gujarati News

હૃતિક રોશને ૪૮ વર્ષની ઉંમરે પોતાનું ફિટેસ્ટ બોડી બતાવ્યું

મુંબઈ, હૃતિક રોશન એવા કલાકારોમાંથી એક છે જેમની ફેન ફોલોઈંગ સૌથી વધારે છે. ફિલ્મોની સાથે સાથે તે પોતાની ફિટનેસ અને સીક્સ એબ્સના કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે તેના નવા ફોટા સાથે તેની ફિટનેસ અને એબ્સ બતાવીને તેના ફેન્સને આશ્રર્યચકીત કરી દીધા છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો ફોટો શેર કરતા હૃતિક રોશને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઓલ રાઈટ લેટ્‌સ ગો ૨૦૨૩.’

તસવીરોમાં તે જીમમાં જાેવા મળી રહ્યો છે અને અરીસાની સામે ઉભા રહીને તેના ૬ પેક એબ્સ ફ્લોન્ટ કરતી વખતે તે એકદમ હેન્ડસમ દેખાય છે. જણાવી દઈએ કે હૃતિક તેની પોસ્ટમાં કુલ ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના એબ્સને અલગ-અલગ એન્ગલમાં બતાવતો જાેવા મળે છે. ફોટોમાં અભિનેતાના લુક વિશે વાત કરીએ તો, તે આ દરમિયાન ક્લિકમાં જાેવા મળે છે.

તેણે બ્લેક કેપ, મેચિંગ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેતાનો ફોટો સામે આવતાની સાથે જ ફેન્સ સહિત બોલિવૂડ સ્ટાર્સે પણ તેના લુક અને ફિટનેસના વખાણ કર્યા હતા. થોડા કલાકોમાં ૨૭ લાખથી વધુ લોકોએ તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

અનિલ કપૂર, દિગ્દર્શક રોહિત શેટ્ટી, નીલ નીતિન મુકેશ, બિપાશા બાસુ, વરુણ ધવન અને સંજય કપૂર સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ હૃતિકને કોમેન્ટ્‌સ કરી તેની પ્રશંસા કરી છે. ફોટો પર કોમેન્ટ કરતા અનિલ કપૂરે લખ્યું, ‘આ રહ્યો અસલી ફાઇટર.’ જ્યારે વરુણ ધવને કોમેન્ટમાં લખ્યું- ‘ઓકે ફરીથી’. તે જ સમયે, રોહિત શેટ્ટી, વરુણ ધવન અને અન્ય લોકોએ ‘વાહ’ લખીને ટિપ્પણી કરી છે.

કામની વાત કરીએ તો આ દિવસોમાં હૃતિક રોશન તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૪માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.