Western Times News

Gujarati News

રિતિક-સલમાન જેવી બોડી બનાવવા સ્ટેરોઈડ્‌સ લેતો હતોઃ ઈમરાન ખાન

મુંબઈ, આમિર ખાનના ભાણિયા તરીકે ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી ઈમરાન ખાનની કરિયર સડસડાટ ચાલી હતી. નવી પેઢીના એક્ટર તરીકે નામ જામી રહ્યું હતું તેવા સમયે જ ઈમરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું. ઈમરાને હવે કમબેકની તૈયારી કરી છે ત્યારે તે ભૂતકાળમાં પોતાની દરેક પસંદગી અંગે તટસ્થ એનાલિસીસ કરી રહ્યો છે.

ઈમરાને જણાવયું હતું કે, તેને બોડી બિલ્ડિંગનો ખૂબ શોખ હતો. રિતિક અને સલમાનની જેમ સુપર હીરો બોડી બનાવવા માટ સ્ટેરોઈડ્‌સ પણ લીધા હતા. એક યુ ટ્યૂબ શોમાં ઈમરાને કહ્યું હતું કે, છેલ્લા વીસેક વર્ષમાં એક્ટ્રેસની જેમ એક્ટર્સ પર પણ ફિટ દેખાવાનું દબાણ રહે છે.

ખાસ કરીને સુપરહીરો જોનરનો ઉદભવ થયો, જેની શરૂઆત રિતિકે કરી હતી. તે સમયથી ટ્રેન્ડ શરૂ થયો. ૯૦ના દસકામાં સલમાન ખાન અને સંજય દત્ત જેવા એક્ટર્સ બોડી બિલ્ડર જેવા લાગતા હતા. આ બધા એક્ટર્સને જોયાં પછી મને પણ તેમના જેવી બોડી બનાવવાની ઈચ્છા થઈ.

રિતિક અને સલમાને ખૂબ મહેનત કરીને પોતાના શરીરને કસ્યુ હતું, પરંતુ ઈમરાને સપ્લિમેન્ટ્‌સ લીધા હતા. અકુદરતી રીતે બનાવેલી બોડીને લાંબો સમય સુધી ટકાવી શકાતી નથી. બોડી જાળવી રાખવા દરેક પ્રયાસ કર્યા અન સ્ટેરોઈડ પણ લીધા.

આમ છતાં લાંબો સમય સુધી બોડી રહી શકી નહીં. ફિલ્મોમાં બ્રેક દરમિયાન ઈમરાનના જીવનમાં ઘણી ઘટના બની છે. પત્ની સાથે છૂટાછેડા, ફરીથી પ્રેમ મળવા જેવી ઘટનાઓ અંગે ઈમરાને કહ્યું કે, પિલ્મોથી દૂર રહેવાના કારણે વધુ સારો અને વધુ સક્ષમ માણસ બન્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.