Western Times News

Gujarati News

રિતિક બાળપણમાં સ્કૂલમાં બહુ સારો બ્રેકડાન્સ કરતો: જ્હોન

મુંબઈ, જ્હોન અબ્રાહમની ‘ધ ડિપ્લોમેટ’ તાજેતરમાં રીલીઝ થઈ છે અને તે ચર્ચામાં છે. ત્યારે તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં જ્હોને પોતાના બાપણની યાદો તાજી કરી હતી.

આ વાત ભાગ્યે જ કોઈ જાણે છે કે જ્હોન અને રિતિક એક જ સ્કૂલમાં એકસાથે ભણતા હતા. તેમણે બંનેએ બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યાે છે. જ્હોને એવું પણ કહ્યું કે રિતિક પહેલાંથી જ સારો ડાન્સર હતો.

જ્હોને આ ઇન્ટરવ્યુમાં રિતિક વિશે વાત કરતા કહ્યું,“રિતિક આપણા બેસ્ટ ડાન્સરમાંનો એક છે, એ શાળામાં પણ બહુ જ સારો બ્રેકડાન્સ કરતો હતો. અમારે સ્કૂલમાં એક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો એક પીરિયડ આવતો, અમે બધાં જ એમાં બસ રિતિકને ડાન્સ કરતો જાયાં કરતાં, તે એવો અદ્દભુત ડાન્સર છે.”

આ સાથે તેના અને રિતિકના રસના અલગ વિષયો અંગે પણ મજાક કરતા જ્હોને કહ્યું,“હું ગ્રાઉન્ડ પર ફૂટબોલ રમીને શ્યામ થઈ જતો હતો અને એ સુંદર ડાન્સ કરીને બધાને મજા કરાવતો હતો.” જ્હોન અને રિતિક બંનેએ બોલિવૂડની રાહ પકડી અને પોતાનું અલગ સ્થાન બનાવ્યું. રિતિકે ૨૦૦૦માં કહોના પ્યાર હે સાથે ડેબ્યુ કર્યું, તેનાથી તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો.

એક્ટિંગ પહેલાં તેણે તેના પિતા સાથે આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું.જ્યારે બીજી તરફ જ્હોન અબ્રાહમે ૨૦૦૩માં જિસ્મ ફિલ્મથી ડેબ્યુ કર્યું. પછી તેણે ધૂમ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મમાં કામ કરીને એક્શન હિરો તરીકે પોતાની ઇમેજ બનાવી લીધી.

પાછળથી ધૂમ ૨માં રિતિકે પણ વિલનનો રોલ કર્યાે, પરંતુ બંનેએ આજ સુધી કોઈ ફિલ્મમાં સાથે કામ કરેલું નથી. જ્હોને એક ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ પણ કર્યાે હતો, કે તેનું ધૂમનું પાત્ર જિમ અને રિતિકનું પાત્ર કબીર જો એકસાથે આવે તો કેવી ફિલ્મ બને.

આ ઉપરાંત બંને યશરાજના સ્પાય યુનિવર્સની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. જ્હોનની ડિપ્લોમેટ ૧૪ માર્ચે રિલીઝ થઈ અને આ ફિલ્મે પહેલા અઠવાડિયે ૧૯.૧ કરોડ જેટલી કમાણી કરી છે. જ્યારે રિતિક હાલ વોર ૨ની તૈયારી કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.