ઋતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ રેમ્પ વૉક વખતે ઝૂમવા લાગી

મુંબઈ, બૉલિવુડ એક્ટર ઋતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેની સીરિઝ ‘હૂ ઈઝ યોર ગાયનેક’ રિલીઝ થઈ હતી. હવે સબા આઝાદનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે રેમ્પ વૉક પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. હાલમાં જ સબા આઝાદે દિલ્હીમાં એક ફેશન શો દરમિયાન રેમ્પ વૉક કર્યું હતું.
આ ઈવેન્ટમાં સબા આઝાદ ઉપરાંત કરિશ્મા કપૂર, કલ્કી કેકલાં સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. પરંતુ સબાએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વાસ્તવમાં, સબાએ રેમ્પ વૉક દરમિયાન ડાન્સ મૂવ્સ કર્યા હતા જે કેટલાક લોકોને પસંદ આવ્યા હતા જ્યારે કેટલાક લોકોએ તેને જાેરદાર ટ્રોલ કરી હતી. સબા આઝાદ તેના ડાન્સને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. લોકો તેના ડાન્સ મૂવ્સની મજાક ઉડાવી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘એવું લાગે છે કે તે ડ્રગ્સ લઈને આવી છે’. એકે લખ્યું, ‘બીજી રાનુ મંડલ તૈયાર થઈ ગઈ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ આન્ટીને સ્ટ્રોક આવ્યો હોય તેવું લાગે છે.’ લોકો આવી કમેન્ટ કરીને સબા આઝાદને ટ્રોલ કરી રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે સબા આઝાદને આ રીતે ટ્રોલ કરવામાં આવી હોય. તે અવારનવાર ઋતિક રોશન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. ઉંમરના અંતરને કારણે લોકો બંનેની ખૂબ ટીકા કરે છે. જાે કે આનાથી કપલને કોઈ ફરક પડતો નથી. સબા આઝાદના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. સબા આઝાદે ફિલ્મ દિલ કબડ્ડીથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી.
હાલમાં જ તે સીરિઝ ‘હૂ ઈઝ યોર ગાયનેક’માં જાેવા મળી હતી. ઋતિક રોશનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે તેની આગામી ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચામાં છે. આ અભિનેતાની ફિલ્મ આવતા વર્ષે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રિતિક સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં જાેવા મળશે.SS1MS