રિતિકનો જવાબ મેં પહેલી જાતમહેનતથી ફિલ્મ મેળવી હતી

મુંબઈ, રિતિક રોશનનું નામ આજે દેશના સુપરસ્ટાર્સમાં લેવાય છે. એવું માનવામાં આવે છે કે જે કલાકારો ફિલ્મના પરિવારમાંથી આવતા હોય છે, તેમના માટે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ સહેલું અને નક્કી જ હોય છે, પરંતુ રિતિક માટે આવું નથી, તેને આ સુપરસ્ટારની સફર અને સફળતા ચાંદીની ચમચીમાં પીરસેલી મળી નથી. હાલ રિતિક સતત ચર્ચામાં છે, એક તરફ તેની ‘વાર ૨’ આવી રહી છે.
તેની ડોક્યુ ડ્રામા સિરીઝ ‘રોશન્સ’ ચાલી રહી છે તેમજ તાજેતરમાં જ તેના પોતાના ડિરેક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ ‘ક્રિશ ૪’ની પણ જાહેરાત થઈ છે.
ત્યારે ન્યૂજર્સીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં રિતિકે પોતાની સફરની વાત કરી હતી. રાકેશ રોશન જેવા સફળ ફિલ્મ મેકરનો દિકરો હોવા છતાં રિતિકે આ ઇવેન્ટમાં ખુલાસો કર્યાે હતો કે તેના માટે ડેબ્યુ કરવું જરા પણ સહેલું નહોતું.
પોતાના પિતાના શબ્દો યાદ કરતા રિતિકે કહ્યું કે તેના પિતાએ શરૂઆતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, રિતિકે પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડશે અને તે ઇન્ડસ્ટ્રીમાં બ્રેક માટે પારિવારીક સંબંધોનો લાભ કે મદદ લઈ શકશે નહીં. રિતિકે કહ્યું કે તેને ખબર હતી કે તેને લોંચ કરવા માટે માત્ર તેના પિતા કોઈ ફિલ્મ બનાવશે નહીં, તેણે જાતે કમાઈને એ સ્થાન મેળવવું પડશે, એ જ રીતે રિતિકનો દૃષ્ટિકોણ બન્યો હતો.
રિતિકે એવું પણ કહ્યું કે તેને ઘણી વખત તો શંકા પણ થતી હતી કે તે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુને લાયક નથી, તેથી તે અન્ય ફિલ્મમેકર્સ માટે ઓડિશન પણ આપતો હતો.રિતિકે આ અંગે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રિતિકે શેખર કપુરની ફિલ્મ ‘તા પા રમ પમ’ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ એ ફિલ્મ ક્યારેય બની જ નહીં.
જ્યારે તેના પિતાને ખબર પડી કે તે આ રીતે ફિલ્મો માટે ઓડિશન આપી રહ્યો છે, ત્યારે તેઓ થોડા નિઃરાશ થઈ ગયા હતા. રિતિકે કહ્યું કે એક વખત ઓડિશનની વચ્ચે રાકેશ રોશને તેને ફોન કર્યાે હતો અને તરત જ પાછો બોલાવી લીધો હતો. તેમને રિતિક ઘરના પ્રોડક્શનની બહાર કામ મેળવી શકે તે બાબતે પ્રશ્નો હતા. રિતિક માને છે કે કદાચ તેના પિતાને પોતાનો દિકરો કોઈ બીજા ડિરેક્ટર સાથે ડેબ્યુ કરે તે બાબતે મુંઝવણ હતી.
જોકે, એ બાબતે રિતિકને ગૌરવ છે કે એક પિતા તરીકે નહીં પણ એક ફિલ્મમેકર રાકેશ રોશન તરીકે સમયાંતરે પહેલી ફિલ્મ ઓફર કરી હતી. આ પહેલી ફિલ્મ એટલે કહો ના પ્યાર હૈ અને તેના કારણે જ રિતિકને કરિયરની શરૂઆતથી જ સ્ટારડમ મળ્યુ હતું. . ફૅન્સ સાથેના મીટ એન્ડ ગ્રીટ દરમિયાન રિતિકે પોતાને પૈસા ઉધાર લેવા પડ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યાે હતો.
તેણે કહ્યું કે તેને વારંવાર ઓડિશન આપવા માટે પૈસા ઉધાર પણ લેવા પડ્યાં હતાં અને વચન આપવું પડેલું કે જ્યારે તેને કોઈ મોટી ફિલ્મ મળશે, ત્યારે તે પૈસા પાછા આપી દેશે તેથી ચિંતા ન કરે.
હવે રિતિક પોતાની સુપર હિરો સિરીઝની ફિલ્મ ‘ક્રિશ ૪’થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે અને લાંબા વર્ષાે પછી તે ફરી સુપર હરો અવતારમાં જોવા મળશે, તે બાબતે તેના ફૅન્સ ઘણાં ઉત્સુક છે. આ ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે. તેનું કામ ૨૦૨૬ની શરૂઆતમાં શરૂ થાય તેવી શક્યતા છે.SS1MS