હૃતિકની વોર-ટુમાં થલપતિ વિજયની ફિલ્મની કોપી

મુંબઈ, ફિલ્મ ‘વોર ટુ’ માં હીરા હૃતિક રોશન તેમાં જે એકશન કરતો દર્શાવાયો છે તેમાં ઘણાંને તે ફિલ્મ ‘બૈરવા’માં થલપતિ વિજયે કરેલાં એકશનની કોપી લાગી છે. આગામી ૧૪ ઓગસ્ટે રજૂ થનારી આ ફિલ્મના ટીઝરને લોકોના મિશ્ર પ્રત્યાઘાત મળ્યા છે. દર્શકોને એક સીનમા હૃતિક રોશન થલપતિ વિજયની નકલ કરતો હોય એમ લાગતાં તેમણે તેનો વિડિયો પણ શેર કર્યાે છે.
જે વાઇરલ બની ગયો છે. તે કબીરના પાત્રમાં પોતાની હથેળીમાં એક શસ્ત્ર ફેરવે છે જે થલપતિ વિજયની ફિલ્મ ‘બૈરવા’ના એક સીનની નકલ લાગે છે. આ સીનમાં થલપતિએ કુહાડી ફેરવી છે.
૨૦૧૭માં આવેલી હીટ તમિલ ફિલ્મ ‘બૈરવા’માં થલપતિ વિજયે બેન્ક કલેકશન એજન્ટની ભૂમિકા ભજવી હતી. જે અન્યાય સામે લડતો હોય છે. રસપ્રદ બાબત એ છે કે આ ફિલ્મના એકશન ડાયરેકટર એએનએલ અરાસુ છે જેમણે ‘વોર ટૂ’ના પણ એકશનની કોરિયોગ્રાફી પણ કરી છે.SS1MS