આમોદમાં આવેલા સુહદમ પેટ્રોલ પંપ ઉપર રીક્ષા ચાલકોનો હલ્લાબોલ
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં આવેલો સુહદમ પેટ્રોલપંપ જાડો ગેસ આપવા બાબતે ફરીથી વિવાદમાં આવ્યો છે.આજે ૧૦૦ થી વધુ રીક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ સીએનજી પંપ ઉપર ઉભી કરી દઈ હોવાળો મચાવ્યો હતો.આજે પણ સીએનજી ગેસ જાડો આવતા રીક્ષા ચાલકોને આર્થિક નુકશાન ભોગવવું પડે છે.જેથી સીએનજી રીક્ષા ચાલકોએ આજરોજ મામલતદાર કચેરીમાં આવી અગાઉ સીએનજી સંચાલક વિરૂધ્ધ આપેલી અરજીની શુ કાર્યવાહી કરી તે મામલતદાર પાસે જાણવાની કોશિશ કરી હતી અને હજુ સુધી સીએનજી સંચાલક સામે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં રીક્ષા ચાલકોમાં રોષ જાેવા મળ્યો હતો.ત્યારે રીક્ષા ચાલકોએ આજે ફરીથી સીએનજી સંચાલક વિરૂધ્ધ અરજી કરી ન્યાયની માંગણી કરી હતી.
આમોદના સુહદમ પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસનું પણ વેંચાણ કરવામાં આવે છે.જે ગેસ જાડો અને કચરાવાળો આવતો હોવાથી રીક્ષાની ગેસ ટેન્કની કેપેસિટી કરતાં વધુ ગેસ જાય છે.એટલેકે ચાર કીલોની કંપની ફીટિંગ ગેસ ટેન્કમાં પાંચ થી છ કીલો ગેસ ભરે છે.પરંતુ તે પ્રમાણે રિક્ષાને એવરેજ મળતી નથી જેથી રીક્ષા ચાલકોને ગેસ સંચાલકની છેતરપિંડીનો ભોગ બનવું પડે છે.આ ઉપરાંત ગેસ કચરાવાળો આવતો હોવાથી અનેક રીક્ષાને નુકશાન પણ થઈ રહ્યું છે.છતાં આમોદના વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં રીક્ષા ચાલકોમાં તંત્ર સામે રોષ જાેવા મળી રહ્યો છે.