હુમા કુરેશી ફરી એક વખત રાની ભારતી બનીને રાજ કરશે

મુંબઈ, ફરી એક વખત રાની ભારતી મુખ્યમંત્રી બનીને રાજ કરવા તૈયાર છે. હુમા કુરેશીએ તેની લોકપ્રિય ઓટીટી સિરીઝ ‘મહારાની’ની ચોથી સીઝન માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.
હુમાએ સોશિયલ મીડિયા પર સેટ પરથી તસવીરો શેર કરી હતી. સોનીલિવની આ સિરીઝમાં હુમા બિહારનાં એક અભણ મુખ્યમંત્રી રાની ભારતીનું પાત્ર ભજવે છે, જેના પતિ બીમાર થતા તેણે સત્તા સંભાળવી પડી.શનિવારે હુમાએ આ સિરીઝ માટેનું શૂટ શરૂ કર્યું છે.
જેના સેટ પરથી તેણે “મહારાની ઇઝ બેક” લખેલું કાળું ટી-શર્ટ પહેરેલી તસવીરો શેર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું,“હવે ચોથી સીઝનનો સમય થઈ ગયો છે.
મહારાનીની ટીમ ફરી આવી રહી છે. તસવીર મારા પ્રોડ્યુસર દ્વારા લેવામાં આવી છે. મારા વ્હાલા દર્શકો તમારા પ્રેમ માટે આભાર.”હુમા કુરેશીની આ તસવીર પર ફિલ્મ મેકર ફરાહ ખાને પણ કમેન્ટ કરી હતી અને તેને આ કામ શરૂ કરવા પર શુભેચ્છાઓ આપી હતી.
આ સિરીઝની સફળતા માટે એક ઇન્ટરવ્યુમાં હુમાએ જણાવ્યું હતું,“હું મારી કારકિર્દીને બિલકુલ મહારાની પહેલાં અને મહારાની પછી એ રીતે અલગ પાડી શકું છું.
આ એક એવો શો છે, જેમાં દરેકે મારા ક્ષમતાની નોંધ લીધી છે. તેની સફળતાએ લોકોને મારા વિશે એવા રોલ વિચારવા પ્રેર્યા છે, જેમાં પહેલાં તેઓ મારી કલ્પના પણ કરી શકતા નહોતા.
હવે મહારાનીની ચોથી સીઝન પણ આવશે.”આગળ હુમાએ કહેલું,“મારા કરતાં વધારે તો ઓટીટી પર મારી સફળતાએ લોકોનો મારામા વિશ્વાસ વધાર્યાે છે. એક કલાકાર તરીકે તમને તો તમારી જાતમાં વિશ્વાસ હોય જ, પરંતુ જ્યાં સુધી તમને તમારી ક્ષમતા દર્શાવવાની તક ન મળે ત્યાં સુધી તમે કશું કરી શકતાં નથી. કલાકારો તેમના કામ પર જ આધારીત છે.”SS1MS