રાજકુમાર રાવની ‘માલિક’માં હુમા કુરેશીનો સ્પેશિયલ ડાન્સ

મુંબઈ, હુમા કુરેશી તેની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે તે અત્યાર સુધીની ફિલ્મોમાં કોઈ રોમેન્ટિક ડાન્સ કરતી ઓછી જોવા મળી છે. ત્યારે હવે રાજકુમાર રાવની આવનારી ગેંગસ્ટર થ્રિલર ફિલ્મ ‘માલિક’માં હુમા કુરેશી એક સ્પેશિયલ ડાન્સ નંબર કરતી જોવા મળશે.
રાજકુમારની આ ફિલ્મ ૨૦ જુને રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં એવા અહેવાલો છે કે કુમાર તોરાની એ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, “આ ફિલ્મમાં રાજકુમારનું પાત્ર અને તેની ગેંગને એક બાતમી મળે છે, તેના આધારે તેઓ એક બાર શોધી રહ્યા છે. પોતાના કામ માટે તેઓ જ્યારે આ બારામાં પહોંચે છે ત્યારે તેમને ઉમા કુરેશી પરફોર્મ કરતી દેખાશે.”
આ અંગે સૂત્રએ આગળ જણાવ્યું, “કોરિયોગ્રાફર દ્વારા આ ગીતને અગ્નિપથનાં ‘ચીકની ચમેલી’ની જેમ એક રા અને દેશી ડાન્સ નંબર બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી લખનૌ અને અલ્હાબાદમાં આકાર લે છે. આ ગીત માટે બારનો સેટ લખનૌમાં બનાવવામાં આવ્યો હતો.
રાજકુમાર રાવના પાત્રની વાત કરીએ તો આ પહેલાં રાજકુમાર ઘણા અલગ અલગ પ્રકારના રોલમાં જોવા મળ્યો છે, પરંતુ એક ગેંગસ્ટર તરીકે એક એક્શન ફિલ્મમાં તે પહેલીવાર જોવા મળશે. તાજેતરમાં આવેલી રાજકુમાર રાવની ‘સ્ત્રી ૨’ અને ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ ફિલ્મો ઘણી સારી ચાલી છે. જ્યારે હવે આ ફિલ્મમાં રાજકુમાર રાવ એક અલગ જ અવતારમાં જોવા મળશે.
હાલ ‘માલિક’ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. આ ફિલ્મ ૨૦ જૂનને રિલીઝ થવાની છે. રાજકુમાર રાવના ૪૦મા જન્મદિવસે, ઓગસ્ટ ૨૦૨૪માં આ ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.
જ્યારે હુમા કુરેશી હાલ તેની લોકપ્રિય સિરીઝ ‘મહારાણી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલાં આ સિરીઝનું એક ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં હુમાની એક ગૃહિણીમાંથી એક દમદાર મુખ્યમંત્રી બનવાની સફળ દર્શાવવામાં આવી છે.SS1MS