Western Times News

Gujarati News

ન્યાયતંત્ર ! સરકાર ! માનવ સમાજ ! ગેંગ રેપનો અધર્મ અટકાવવા ‘ધર્મયુદ્ધ’ નહીં છેડે તો ભારતમાં ફકત ભૌતિક વિકાસ થશે

અને દેશમાં નૈતિક અદ્યઃપતન થશે ! ઈલાજ છે ?! અમલ કરો ?!

મધ્યપ્રદેશના આર્મી જવાનની સાથી મહિલા પર ગેંગ રેપ ! રામ મંદિરની મહિલા કર્મચારી પર ગેંગ રેપ ! મણિપુરની સૈનિક પત્નિ પર દુરાચાર ! અને ભ્રષ્ટાચારનો વિકાસ સામે નેતાઓ લાચાર છે ?!

તસ્વીર મધ્યપ્રદેશની વિધાનસભાની છે ! આ વિધાનસભામાં કાયદાઓ ઘડાય છે ! જયાં ભા.જ.પ. સરકાર શાસન કરે છે ! ત્યાં આર્મીના બે જવાનો પર હુમલો થયો અને તેમની સાથેની એક મહિલાને ખેંચી જઈ ગેંગ રેપ થયો ! બીજી તસ્વીર ઉત્તરપ્રદેશ વિધાનસભાની છે ! અને રામમંદિર છે જયાં મંદિરની સફાઈ કામદાર યુવતી પર ગેંગરેપ થયો ! એટલું જ નહીં બે બાર ડાન્સરોને ઉઠાવી જઈ ગેંગ રેપ થયો ! ત્રીજી તસ્વીર મણિપુર વિધાનસભાની છે !

ત્યાં લશ્કરી જવાનની પત્નીને જાહેરમાં નગ્ર કરી ફેરવી ?! આજે સમગ્ર ભારતમાં મહિલાઓ સલામત નથી ! એવી ચર્ચાએ જોર પકડયું છે ! ગેંગરેપનો વિકાસ થયો છે ! ભ્રષ્ટાચાર, લુંટફાટ, છેતરપિંડીની ઘટનાઓનો વિકાસ થયો છે ! જયારે ત્રીજી તસ્વીર શ્રીમદ્‌ ભાગવત ગીતામાં ઉપદેશ આપતા શ્રી ક્રિશ્નની છે ! જે કહે છે કે, દ્રોપદીની લાજ લુંટવાનો પ્રયાસ કરનાર જ અધર્મ નથી ?!

આવી ઘટનાઓને મૂકપ્રેક્ષક બનીને જોનારા અને આવી ઘટનાઓના સમયે ચુપ રહેનારાઓ પણ ગુન્હેગાર છે ?! તેમનો નાશ થવો જોઈએ ?! ભારતમાં મોટી સંખ્યામાં સાંપ્રદાગિક ધર્માે છે ! દરેક નૈતિકતાની વાત કરે છે ! પરંતુ ‘સ્ત્રી’ પર ગેંગ રેપ થાય છે ત્યારે દરેક ધર્મગુરૂઓ ‘એકમંચ’ ઉપર આવી બોલતા નથી ?! ર્ડાકટરો એક મંચ પર આવી બોલતા નથી ?! વકીલો ગાંધી અને સરદારને અનુસરતા નથી ?! અને નેતાઓ તો ‘સગવડીયુ મૌન’ ધારણ કરે છે ?! કોઈ છુટા છવાયા લોકો વ્યવસાયિકો બોલે છે !

પણ ગુન્હાખોરી સામે ગુજરાત ચુપ છે ? હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખના રાજકારણમાં નેતાઓ વ્યસ્ત છે ! છેલ્લી તસ્વીર ભારતના બંધારણની છે ! જે શ્રીમદ્દ ભાગવત ગીતા જેટલું જ પવિત્ર છે ! અને ‘કર્તવ્ય ધર્મ’ ની વાત કરે છે પણ કોઈ નેતાઓ ભાગ્યે જ તેને અનુસરે છે ?! તો ગેંગરેપનો કાયદો ગમે તેટલો કડક બનાવો તેનાથી “ગેંગરેપ”ની માનસિકતા અટકાવી શકશે ?! ગેંગરેપ અટકાવવા માટે ૯૦ દિવસમાં ફાંસીની સજા અનિવાર્ય છે !

અને અપીલનો નિકાલ પણ ૯૦ દિવસમાં સુપ્રિમ કોર્ટ સુધી નિકાલ કરવા સ્પેશીયલ કોર્ટ અનિવાર્ય છે ! અને ફાંસીએ લટકાવવા લઈ જતાં આરોપીને લાઈવ બતાવવાની જરૂર છે ! ત્યારે ગેંગ રેપ પર કાબુ મેળવી શકાશે ! અને તમામ ભારતીયો જ્ઞાતિ, જાતિ, ધર્મ જોડીને અવાજ ઉઠાવશે ત્યારે અટકશે ?! ‘બંધારણ’ને ફોલો કરે, શ્રીમદ્દ ભાગવત ગીતાનો સંદેશો આપો ! આમ લોકોના હૃદય સુધી પહોંચશે ! ન્યાયતંત્ર ઝડપી ચૂકાદાઓ આપશે તો ગેંગ રેપ પર કાબુ આવશે ?
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

ત્રિરંગાની શાન અને ભારતના લોકોની આઝાદી જાળવનારા સૈનિકોને પણ ભારતીય ગુન્હેગારો નથી છોડતા તો લોકો કઈ રીતે સલામત છે ?!

આલ્બર્ટ આઈનસ્ટાઈન નામના મહાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે, ‘ધર્મ વિના વિજ્ઞાન’ પાંગળુ છે અને “વિજ્ઞાન” વિનાનો ધર્મ” “અંધ” છે”!! જર્મન વૈજ્ઞાનિક માર્ટિન એચ. ફીશર કહે છે કે, “તમારા પૂર્વગ્રહોને ગળા નીચે ઉતારી દેવાની પ્રક્રીયા એટલે “શિક્ષણ””!! દેશમાં ભૌતિક વિકાસ તરફ નેતાઓ દોડ લગાવી રહ્યા છે ! પરંતુ દેશના લોકોનું નૈતિક અદ્યઃપતન થઈ રહ્યું છે ! ગુન્હાખોરીનો વિકાસ થઈ રહ્યો છે !

ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યોછે ! વિશ્વાસઘાત અને છેતરપિંડીઓ થઈ રહી છે ! અને સામુહિક બળાત્કારની ઘટનાઓ સમગ્ર દેશમાં વકરી રહી છે ?! આવી “ગુન્હાખોરીનો વિકાસ” પણ અટકાવવો પડશે ! કોઈ રાજય એવું નથી કે જયાં મહિલાઓ વિરૂધ્ધના ગુન્હાઓ બેફામ ન થયા હોય ?! શું રાજય સરકારના નેતાઓ અને કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરતા નેતાઓએ રાષ્ટ્ર નૈતિક અદ્યઃપતનના માટે વિકાસ કરી રહ્યા છે ?! એની ચિંતાને પ્રાથમિકતા કેમ નથી ?!

મણિપુરમાં સૈનિકની પત્નીને નગ્ન કરી ફેરવી ! અને મધ્યપ્રદેશમાં લશ્કરી જવાનની મિત્ર મહિલાને ઉઠાવી જઈ ગેંગ રેપ થયો ! ઉત્તર પ્રદેશમાં રામમંદિરની મહિલા સફાઈ કામદાર પર ગેંગ રેપ થયો ! કલકત્તાના ર્ડાકટરોને કે ગુજરાતના લોકોને કે દેશના વ્યવસાયિક વકીલોની આંખમાં આંસુ નથી ?! મોઢા સિવાઈ ગયા છે ?!
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, ‘લડાઈ ચાલુ રહેવી જોઈએ એક વાર હારી જઈએ કે હજાર વાર આઝાદી ગુમાવવી ન જોઈએ’!!

દેશમાં આઝાદીના અનેક દાયકાઓ પછી દેશમાં સરકારોએ ભૌતિક વિકાસની વાટ પકડી છે ! એ સારી વાત છે ! પરંતુ આજે દેશમાં જે પણ ગુન્હાઓ થાય છે એ એકલ દોકલ ભારતીય નથી કરતો ! ‘સામુહિક ગુન્હા’ને અંજામ અપાય છે ! ભૌતિક વિકાસ સાથે ગુન્હાખોરીનો વિકાસ અભૂતપૂર્વ છે ! દેશમાં હવે “મહિલાઓ સલામત નથી”!

અને જે દેશના ‘ત્રિરંગાની શાન’ સાચવનારા અને દેશના લોકોની આઝાદી સાચવવા પોતાની ‘આજ’ આપી દે છે ! જાનની બાજી લગાવી દે છે ! એમની ઘરની “મહિલાઓ”ને સરકાર, પોલીસ, ભારતીય સમાજ નથી સાચવી શકતો ?! મણિપુરમાં સૈનિક પત્નીના કપડા કાઢી નગ્ન કરી જાહેરમાં ફેરવી ! મધ્યપ્રદેશમાં આર્મી જવાન સાથે મારપીટ કરી !

એક મહિલાને ઉઠાવી જઈ ગેંગ રેપ કરાયો ! “રામમંદિર”માં સફાઈ કરતી એક યુવતી પર ગેંગ રેપ કરાયો ! ઉત્તરપ્રદેશમાં બે ડાન્સરોને ઉઠાવી જઈ ગેંગ રેપ થયો ! ત્યારે આપણો દેશ ચુપ છે કેમ ?! કેન્દ્ર સરકારનું નેતૃત્વ ચુપ છે ?! રાજય સરકારનું નેતૃત્વ લાચાર છે ?! કલક¥ના ર્ડાકટરો ચુપ છે ?! એમને ફકત મહિલા તબીબની હત્યા દેખાય છે ?! દેશભરમાં વકીલો ચુપ છે ?! ગાંધી અને સરદારના ગુજરાતના લોકો અને વકીલો ચુપ છે ?! દેશમાં અધોગતિનો વિકાસ અટકાવનારૂં કોઈ નથી ?! કથિત ધાર્મિક નેતાઓના “ધાર્મિક” પ્રચાર અને પ્રસારની માનવ સમાજમાં ધીરે, ધીરે અસર ખલાસ થઈ રહી છે ?! ઉપાય શું ?! ઉપાય “ચુપ રહેવું અને તમાશો જોવો” છે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.