પત્નીના ચરિત્ર પર શંકાથી પતિએ ત્રણ વર્ષના પુત્રને રહેંસી નાખ્યો

પૂણે, મહારાષ્ટ્રના પૂણેમાં એક ૩૮ વર્ષીય આઈટી એન્જિનિયરે ગુસ્સામાં આવીને પોતાના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી દીધી છે. માધવને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોવાથી તે અકળાયેલો રહેતો હતો.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ પહેલા બાળકનું ગળુ કાપ્યું અને પછી મૃતદેહને વેરાન જગ્યામાં મૂકી દીધો હતો.
માધવ બે મહિનાથી બેરોજગાર પણ હતો. પોલીસને મળેલી જાણકારી મુજબ બાળક ન મળતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકની માતાએ ચંદન નગર પોલીસ સ્ટેશનમાં બાળક ગાયબ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી, તો ફૂટેજમાં ગુરુવારે બપોરે ૨ઃ૩૦ કલાકે માધવ પોતાના પુત્રની સાથે જોવા મળ્યો હતો.
જોકે, બીજા ફૂટેજમાં માધવ એકલો દેખાઈ રહ્યો હતો. એવામાં પોલીસે માધવનું મોબાઇલ લોકેશન ટ્રેક કરવાનું શરુ કર્યું હતું. પોલીસે લોકેશનને ટ્રેક કર્યું તો માધવ વડગાંવશેરીની એક લોજમાં હોવાનું જાણવા મળ્યું, જ્યાં એ નશામાં હતો. હોશમાં આવ્યા પછી માધવે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.SS1MS