સોનમના બર્થ ડેને યાદગાર બનાવવા પતિ આનંદ આહુજાએ રાખી પાર્ટી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરનો ૯ જૂનના રોજ ૩૮મો જન્મદિવસ હતો. સોનમ કપૂરે પોતાની બર્થ ડે માટે કોઈ ખાસ પ્લાન નહોતો બનાવ્યો પરંતુ તેના પતિ આનંદ આહુજાએ તેનો દિવસ યાદગાર બનાવવા માટે ખાસ આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનમ કપૂરે બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
લંડનમાં તેના ઘરે થયેલા સેલિબ્રેશનમાં મિત્રો સામેલ થયા હતા. સોનમ કપૂરે બર્થ ડે માટે લાલ રંગના કપડા પર પસંદગી ઉતારી હતી. જ્યારે આનંદ કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળ્યો હતો.
સોનમે શેર કરેલી તસવીરોમાંથી એકમાં તેના દીકરા વાયુની ઝલક પણ જાેવા મળે છે. એક તસવીરમાં સોનમ કપૂર પોતાના પતિ આનંદ આહુજા પર પ્રેમ વરસાવતી જાેવા મળી રહી છે.
પરિવાર અને મિત્રોની વચ્ચે સોનમે એકથી વધુ કેક કાપી હતી. સોનમ કપૂરે બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડતી તસવીરો શેર કરતાં લખ્યું, મારા બે સુંદર છોકરાઓ, મિત્રો, કેક, શેમ્પેન, ઓઈસ્ટર, કેવિવર અને પર્ફેક્ટ સમર ડે. લાલ ડ્રેસમાં રહેલી છોકરી આનાથી વિશેષ તેના બર્થ ડે પર શું માંગી શકે? મને શુભેચ્છા આપનારા સૌ અને ખોબલે ખોબલે મારા પર કૃપા વરસાવી રહેલા યુનિવર્સનો આભાર.
દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો, દીકરા વાયુના જન્મ પછી સોનમ કપૂર ફિલ્મી પડદે વાપસી કરવા માટે તૈયાર છે. શોમે માખીજાની ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં સોનમ જાેવા મળશે. આ ફિલ્મમાં પૂરબ કોહલી, વિનય પાઠક અને લિલિયેટ દુબે મહત્વના રોલમાં જાેવા મળશે.
આ ફિલ્મનું શૂટિંગ સોનમે મહામારી દરમિયાન યુકેમાં જ કર્યું હતું. જણાવી દઈએ કે, લગ્ન પછી સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહે છે. કામ માટે તે મુંબઈ આવતી-જતી રહે છે. ડિલિવરી વખતે સોનમ કપૂર મુંબઈમાં જ હતી. વાયુના જન્મના થોડા મહિના બાદ તે લંડન પાછી ફરી હતી. સોનમ કપૂરના દીકરા વાયુનો જન્મ ઓગસ્ટ ૨૦૨૨માં થયો છે.SS1MS