પત્નીને ત્રાસ આપવાના કેસમાં 11 વર્ષ બાદ પતિની ધરપકડ

આણંદ, ખંભાત તાલુકાના વડગામ ખાતે રહેતા ખાનાભાઈ ઉર્ફે કેલ્વીન ટાબાભાઈ જાદવ વિરૂદ્ધ તેની પત્નીએ વર્ષ ર૦૧૩માં ઘરેલું હિંસાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ખાનાભાઈ ઉર્ફે કેલ્વીન શિક્ષક હતા અને તેમની પત્ની પણ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી
પરંતુ પÂત્નની ફરિયાદ બાદ પોલીસ ધરપકડ કરે તે પહેલા આ શખ્સ ફરાર થઈ ગયો હતો પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ૧૧ વર્ષ બાદ પોલીસને તે મહેસાણા ખાતે શ્રીજી હોમ સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળતાં જ આણંદ એલસીબી દ્વારા બે દિવસ સુધી સઘન વોચ રખાઈ હતી.
જેમાં આરોપી પોતે જ હોવાની ખાતરી થતાં જ પીએસઆઈ વિશાલ બી. પટેલ અને તેમની ટીમ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો
જેમાં તેની પુછપરછ કરતાં જ તે ભાંગી પડયો હતો અને પોતે જ તે શિક્ષક હોવાની કબુલાત કરી હતી તે મહેસાણામાં જ સ્થાઈ થયો હતો અને ચિત્ર શિક્ષક તરીકે કામ કરતો હતો તેમજ ટયુશન પણ કરી તેનું ગુજરાન ચલાવતો હોવાનું પોલીસની પુછપરછમાં ખુલ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને ખંભાત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.