પતિએ ભરણપોષણ ભથ્થું માંગ્યું, બદનામ કરવાની ધમકી આપી: અદિતિ

મુંબઈ, ટીવી એક્ટ્રેસ અદિતિ શર્મા પોતાના લગ્ન જીવનને લઈને હાલમાં ચર્ચામાં છે. પતિ અભિનીત કૌશિક સાથેના તેના લગ્ન માત્ર ૪ જ મહિનામાં તૂટી ગયા.
બંનેએ મીડિયા સાથે વાત કરતા બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જ્યાં અભિનીતે અદિતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ અદિતિએ પતિના આરોપોને ખોટા ગણાવ્યા છે. અભિનીતે દાવો કર્યાે હતો કે, એક્ટ્રેસે મારી પાસેથી ૨૫ લાખ રૂપિયા ભરણપોષણ ભથ્થું માંગ્યું છે. હવે આ અંગે અદિતિએ મૌન તોડ્યું છે.
પતિએ ભરણપોષણ ભથ્થું માંગ્યુંએક ટીવી ચેનલ સાથે વાત કરતા અદિતિએ કહ્યું કે, મેં અભિનીત પાસેથી કંઈ નથી માંગ્યું. અમારા લગ્નને હજુ હમણાં જ ૪ મહિના થયા છે. મેં ૨ મહિના પહેલા છૂટાછેડા માંગ્યા હતા. અમારી વચ્ચે ભરણપોષણ ભથ્થાની કોઈ વાત નહોતી થઈ.
હકીકતમાં રણપોષણ ભથ્થાની વાત તેમના તરફથી થઈ છે. મારી પાસે પુરાવો છે. જે હું કોર્ટમાં બતાવીશ. મેં એ પૈસા માંગ્યા હતા જે મારા હતા. જે મારા એકાઉન્ટમાં હતા. મેં અભિનીત માટે ખૂબ મોટું રોકાણ કર્યું હતું. મારા વકીલે તેના માટે પૈસા ચૂકવવા કહ્યું છે. તેણે મારા ઘરેણાં લઈ લીધા છે. અમે તેની ચુકવણી માંગી છે. એક્ટ્રેસે આગળ જણાવ્યું કે, અભિનીતે મારી પાસે ભરણપોષણ ભથ્થું માગ્યું છે.
આ આઘાતજનક છે. તે રકમ ઘણી મોટી છે. જો મારે ભરણપોષણ ભથ્થું જ માગવું હોત તો હું આટલી નાની રકમ કેમ માગું? મેં મારી પોતાની કારકિર્દી બનાવી છે. મને કોઈના પૈસા નથી જોઈતા. ભગવાન મને એટલી સક્ષમ બનાવી છે કે હું જાતે કમાઈ શકું છું.
મને ધમકીઓ મળી રહી છે કે હું તને બદનામ કરી નાખીશ. અભિનીત મને કેટલાક અંડરવર્લ્ડના નામે ધમકી આપે છે. મારી પાસે તમામ બાબતના પુરાવા છે જે હું કોર્ટમાં રજૂ કરીશ.SS1MS