લગ્નેતર સંબંધની શંકામાં પતિએ પત્ની કરી નાંખી હત્યા
અમદાવાદ, શહેરના અસલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ તેના મિત્ર સાથે મળીને પત્ની હત્યા કરી દીધી. ત્યારબાદ મૃતદેહ અવાવરૂ જગ્યાએ ફેંકી દઇને ફરાર થઇ ગયા હતા.
જાેકે, પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. શહેરના રીંગરોડ પર ગુરુનાનક ક્રેન સર્વિસના ગોડાઉન નજીક યુવતીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, યુવતી નારોલની રહેવાસી છે. જે નોકરીએ ગયા બાદ ધરે પરત ફરી ના હતી. જે અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જાેકે પોલીસએ સીસીટીવી ફુટેજની તપાસ કરતા સામે આવ્યું હતું કે, યુવતી નોકરીથી ધરે પરત ફરતા તેના પતિ સાથે વાતચીત કરી હતી. જેના આધારે પોલીસએ યુવતીના પતિની શોધખોળ કરી તેની પૂછપરછ કરી હતી. જેમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. અને પોલીસએ જીજ્ઞેશગીરી ઉર્ફે જીગો ગોસ્વામી અને યોગેશ શીલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જીજ્ઞેશ ગોસ્વામી અને મૃતક યુવતીના એક વર્ષ અગાઉ લગ્ન થયા હતાં. પરંતુ શંકાશીલ માનસિકતાના કારણે જીજ્ઞેશે તેની પત્નીની હત્યા કરી છે. જીજ્ઞેશને આશંકા હતી કે, તેની પત્નીને લગ્ન પહેલા અને લગ્ન પછી પણ અન્ય યુવક સાથે સંબંધ હતો. જેથી ૬ મહિના પહેલા બંન્ને પતિ પત્ની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. અને આરોપીએ યુવતીને માર મારતા તે રિસાઇને તેના પિયર નારોલ આવી ગઇ હતી.
૩૦મી ઓક્ટોમ્બરના દિવસે યુવતી સાંઇ હોસ્પિટલથી રાત્રે ૮ વાગ્યે ઘરે જવા નીકળી હતી. ત્યારે આરોપી પતિ અને તેનો મિત્ર યોગેશ રીક્ષા લઇને આવ્યા હતાં. યુવતીને રીક્ષામાં બેસાડીને સનાથલ રીંગ રોડ પર લઇ જઇને તેની સાથે ઝઘડો કરીને ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. બાદમાં તેના શરીરે છરીના ઘા ઝીંકીને મૃતદેહ અવાવરૂ જગ્યાએ ફેંકીને તેઓ ફરાર થઇ ગયા હતાં.
જાે કે પોલીસએ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. શંકાશીલ માનસિકતાના કારણે આરોપીએ એક વર્ષના લગ્નજીવનનું અંત લાવ્યો અને જેલના સળિયા પાછળ ધકેલાયો છે. અસલાલી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને હત્યામાં ઉપયોગમાં લીધેલી રીક્ષા જપ્ત કરી છે. આ હત્યા કેસમાં અન્ય આરોપીની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.SS1Ms