Western Times News

Gujarati News

પત્નીને ઓસ્ટ્રેલિયામાં રહેતા પતિએ સિટિઝનશિપ ન આપી

અમદાવાદ, ગુજરાતીઓ અત્યારે અવાર નવાર વિદેશ જઈ રહ્યા છે. ત્યારે વિદેશમાં પહોંચી ઘણીવાર પતિ અથવા પત્ની એકબીજાને તરછોડી દેતા હોય તેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક ચોંકવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

જ્યાં પતિ ઓસ્ટ્રેલિયા વસવાટ કરી રહ્યો છે ત્યારે પત્ની અને પુત્રી અમદાવાદમાં જ રહી ગયા છે. નોંધનીય છે કે પતિને ઘણીવાર વિઝા માટે પત્નીએ ટકોર કરી છે પરંતુ અનેક બહાના બનાવી તે ઈનકાર કરતો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પત્ની કેન્સરગ્રસ્ત છે. લગભગ ૨ વાર તેનું ઓપરેશન પણ થયું છે, તે કોઈપણ ભોગે પતિ પાસે જવા માગે છે પરંતુ તેને વિઝા કે સ્પોન્સર ન કરતા મહિલા હાઈકોર્ટ પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે કેન્સરગ્રસ્ત મહિલાને તેનો પતિ ઓસ્ટ્રેલિયા બોલાવતો નથી. આ અંગે તેણે જણાવ્યું કે પોતાની પુત્રીને લઈને તે ઓસ્ટ્રેલિયા જવા માગે છે. પરંતુ પતિ સ્પોન્સર કે સ્પાઉસ વિઝા કરાવી આપતો નથી.

જાેકે આ મુદ્દે મહિલાએ ત્યારપછી કોર્ટની સહાય માગી દીધી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે જાે સમાધાન ન થઈ રહ્યું હોય તો અત્યારના તબક્કે કાયદાકીય ઉપાય સિવાય અન્ય કોઈ માર્ગ કે વિકલ્પ નથી.

ઉલ્લેકનીય છે કે ત્યારપછી કેન્સરગ્રસ્ત મહિલાના સાસરીપક્ષે પણ ક્વોશ પિટિશન દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેસની જ્યારે સુનાવણી હતી ત્યારે સાસરીપક્ષે કહ્યું હતું કે આ મુદ્દો શાંત થાય એના માટે તમામ પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. પરંતુ સમાધાન થઈ રહ્યું નથી જેથી કરીને તેમણે મહિલાને પુત્રીના નામે ૨૫ લાખ રૂપિયાની રકમ આપવા પણ ટકોર કરી હતી.

જેથી કરીને તેમનું આગળનું જીવન વધારે સુધરે. પરંતુ આને લેવાની મહિલાએ ના પાડી દેતા મામલો શાંત થયો નથી. ઉલ્લેખનીય છે કે પત્નીએ ત્યારપછી કહ્યું કે તેની ઈચ્છા છૂટા થવાની નથી. તેનો પતિ ઓસ્ટ્રેલિયાની સિટિઝનશિપ આપે તથા આ અંગે કાર્યવાહી કરે એની માગ છે. તેણે વધુમાં કહ્યું કે કેન્સરની પરિસ્થિતિમાંથી હું બહાર આવી છું. આ દરમિયાન મહિલાના ૨ વાર ઓપરેશન પણ થયા છે.

જાેકે પરિવાર સાથે રહેવાનું સપનું ધરાવતી મહિલાને પતિ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા મામલો થાળે પડી રહ્યો નથી. જેથી તે કાયદાકીય લડત આપી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પતિએ કહ્યું હતું કે અત્યારે તેની આર્થિક સ્થિતિ સારી નથી જેથી કરીને તે બોલાવી શકતો નથી. આ પ્રમાણેનું પતિ દ્વારા નિવેદન આપતા પણ ચકચાર મચી ગઈ છે. હાઈકોર્ટે તપાસ એજન્સીને નિર્દેશ કરી કાયદેસરના પગલા ભરવા ટકોર કરી છે. જાેકે આની વધુ સુનાવણી ૧૩ જૂનના દિવસે થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.