Western Times News

Gujarati News

સુરતમાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ-પૂર્વ મહિલા નગર સેવિકાનો પતિ દારુ સાથે ઝડપાઈ ગયો

સચિન નગર પાલિકાના પૂર્વ નગર સેવિકાના પતિના કરતૂત

સુરત, હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદાર ને રિઝવા માટે ભુતપૂર્વ નગર સેવિકાનો પતિ દારૂનો જથ્થો લઇને આવતો હોવાની હકીકતના આધારે પોલીસે નગર સેવિકાના પતિની દારૂ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

હાલ ગુજરાત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મહાનગર પાલિકા સાથે નગરપાલિકા એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીને લઈને ગાંધીએ ગુજરાતમાં દારૂબંધી છે પણ ઉમેદવારને રિઝવવા માટે રૂપિયા સાથે દારૂની રેલમછેલ કરતા હોય છે ત્યારે આવા ઉમેદવાર અને ખાસ કરીને મતદારને રિઝવા મેટ લેવામાં આવતો દારૂ ઝડપી પાડવાની પોલીસ ખાસ વોચ રાખતા હોય છે.

ત્યારે સુરતના છેવાડે આવેલ સચિન નગરપાલિકાના ચૂંટણીમાં આજ પ્રકાર દારૂનો જથ્થો લેવામાં આવી રહ્યાની વિગત સચિન પોલીસને મળતા પોલીસે આ મામલે વોચ રાખીએ એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવમાં આવ્યો હતો. જાેકે દારૂનો જથ્થો લઇને આવનાર ઈસમ અન્ય કોઈ નહિ પણ સચિન નગર પાલિકાના ભૂતપૂર્વ નગર સેવિકાનો પતિ નીકળ્યો.

પોલીસે આ નાગર સેવિકાના પતિ અમર યાદવની દારૂ સાથે ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે કે આ ઈસમ દારૂઓ જથ્થો ક્યાંથી વાવ્યો હતો અને કોને આપવા જતો હતો.જાેકે આ ઘટના ને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જાેકે ચૂંટણી સમયે અરુની રેલમ છેલ્લા કરવામાં આવીતી હોય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે

ત્યારે આ ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસે સતત પ્રેટ્રોલિગ વધારી નાખ્યું છે. કારણકે ગ્રામીણ વિસ્તારમાં આજ રીતે અરુની રેલમછેલ ચૂંટણી સમયે થતી હોવાને લઇને આવી ગતિ વિધિ અટકાવ માટે ની કામગીરી પોલીસે શરુ કરી છે ત્યારે જાેવાનું એ રહીયું કે પોલીસ કેટલી સફળ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.