પોઝ આપવામાં વ્યસ્ત સોનમની બૂટની દોરી પતિએ બાંધી આપી
મુંબઈ, સોનમ કપૂરનો સમાવેશ બોલિવુડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં થાય છે. સોનમ કપૂર પર્ફેક્ટ સ્ટાઈલિંગ અને લૂક માટે ઓળખાય છે. ઓગસ્ટ મહિનામાં જ મમ્મી બનેલી સોનમ કપૂરે હાલ કામ સંપૂર્ણપણે શરૂ નથી કર્યું પરંતુ નાની-નાની ઈવેન્ટ્સમાં હાજરી આપતી તે જાેવા મળે છે. હાલમાં જ સોનમ દિલ્હી ગઈ હતી. એક બ્રાન્ડના સ્ટોર ઓપનિંગમાં સોનમ હાજર રહી હતી.
અહીં તેની સાથે તેનો પતિ આનંદ આહુજા અને ભાઈ હર્ષવર્ધન કપૂર હતા. આ ઈવેન્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આનંદ સોનમના શૂઝની દોરી બાંધતો જાેવા મળી રહ્યો છે. સોનમ કપૂર અને આનંદ આહુજાની લવસ્ટોરી પરીકથાથી કમ નથી. બંને જાહેરમાં એકબીજા પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે. તેઓ જેટલો પ્રેમ એકબીજાને કરે છે તેટલું જ માન પણ એકબીજા માટે છે.
એટલે જ તો આનંદ જાહેરમાં પત્નીના શૂઝની દોરી બાંધતા પણ શરમાતો નથી. સોનમ કપૂર સ્ટોરના લોન્ચ ઈવેન્ટમાં મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપવામાં વ્યસ્ત હતી. ત્યારે તેને અંદાજાે ના રહ્યો કે બૂટની દોરી ખુલી ગઈ છે.
સોનમનું ધ્યાન આ વાત નહોતું પરંતુ આનંદની નજર પડતાં જ તે શૂઝની દોરી બાંધવા આવ્યો હતો. તેણે આસપાસનું કંઈપણ વિચાર્યા વિના પત્નીની કાળજી લેતાં તેના બૂટની દોરી બાંધી આપી હતી.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સૌ કોઈ આનંદના વખાણ કરી રહ્યું છે અને તેને પર્ફેક્ટ પતિ ગણાવી રહ્યું છે. સોનમ કપૂર અને આનંદ આહુજાના દીકરા વાયુનો જન્મ ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ થયો છે. પ્રેગ્નેન્સી પછી વધી ગયેલું વજન ઉતારવા માટે સોનમ કપૂરે કસરત શરૂ કરી હતી.
જેનો વિડીયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ૨૩ નવેમ્બરે ઈવેન્ટમાં ભાગ લેવા માટે સોનમ કપૂર એરપોર્ટ પર આવી ત્યારે તેનો લૂક જાેઈને આનંદ ચકિત થઈ ગયો હતો. સોનમ એરપોર્ટ પર ગ્રીન સ્કર્ટ અને બ્લેઝર પહેરીને આવી હતી. આનંદે તેનો ફોટો શેર કરતાં લખ્યું, ‘૩ મહિના!’. જેનાથી સ્પષ્ટ થાય છે દીકરાના જન્મ પછી સોનમનું ટ્રાન્સફોર્મેશન જાેઈને આનંદ છક થઈ ગયો છે.
ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ સોનમ કપૂર અને આનંદ આહુજાએ મે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. આનંદ સાથે લગ્ન બાદ સોનમ લંડનમાં રહે છે અને કામ માટે મુંબઈ આવ-જા કરે છે. વાયુ, આનંદ અને સોનમનું પહેલું સંતાન છે. વર્કફ્રંટની વાત કરીએ તો, સોનમ ફિલ્મ ‘બ્લાઈન્ડ’માં જાેવા મળશે. જેનું શૂટિંગ તેણે પ્રેગ્નેન્સી પહેલા પૂરું કર્યું હતું.SS1MS