Western Times News

Gujarati News

પત્નિની બોગસ સહીઓ કરી પતિએ મકાન પર લોન લીધીઃ પત્નિએ જ ભાંડો ફોડ્યો

પત્નીએ જાતે જ ઈન્વેસ્ટીગેશન કરી પતિએ લોન માટે તૈયાર કરેલા ડોકયુમેન્ટની નકલો મેળવી લીધી હતી-૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રેખા શિલુ દ્વારા નોટરાઈઝ કરાવ્યું હતું મહિલાના પતિએ

બેન્કના લોકરમાં મૂકેલા દાગીના પતિએ લઈ લીધા હતા એ તેના આધારે મુથુટ ફાઈનાન્સમાંથી ગોલ્ડ લોન લઈ લીધી હતી.

(એજન્સી)અમદાવાદ, પત્નીની બોગસ સહી કરી પતિએ એજન્ટ મારફતે મકાન ઉપર રપ લાખ રૂપિયાની લોન લઈ લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. પત્નીએ કાયદાકીય લડત આપી તેમજ જાતે જ ઈન્વેસ્ટીગેશન કરી પતિએ લોન માટે તૈયાર કરી પતિએ લોન માટે તયાર કરેલા ડોકયુમેન્ટની નકલો મેળવી લીધી હતી.

પતિની ખોરી નિયતનો ભાંડો ફૂટતાંની સાથે જ પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે. પતિએ બોગસ સહીઓ કરીને લીધેલી લોનના હપ્તા સમયસર ન ભરાતા અંતે બેન્ક દ્વારા નોટિસ આપવામાં આવી છે. પત્નીએ પતિ વિરૂદ્ધ પહેલાં ફરિયાદ કરી હતી પરંતુ તે સમયે તેણે બેન્કના હપ્તા ભરપાઈ કરવાની તેમજ દાગીના પરત આપી દેવાની બાંહેધરી આપતાં સમાધાન કરી લીધું હતું.

થલતેજ વિસ્તારમાં આવેલી યોગલ ઈન્ટરસિટી ખાતે રહેતી, જિપ્સી જોજો જ્યોર્જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ જોજો અને એજન્ટ મયૂર ઉપાધ્યાય વિરૂદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. જિપ્સી ગોયલ ઈન્ટરસિટીમાં ૧૮ વર્ષથી પરિવાર સાથે રહે છે અને હાલ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એચઆર એસોસિએટ તરીકે નોકરી કરે છે. She took a gold loan from Muthoot Finance on the basis that her husband had taken the jewelry that was kept in the bank locker.

જિપ્સીને બે બાળકો છે જેમાં કેવીર ૧૮ વર્ષનો છે જ્યારે ક્રિસવિન ૧ર વર્ષનો છે. અગમ્ય કારણોસર જિપ્સીના પતિ જોજો છેલ્લા ત્રણ વર્ષથી તેના માતા-પિતા સાથે રહે છે. જોજો ઘરેથી જ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. હાલ જિપ્સી જે ફલેટમાં રહે છે તે ફલેટ લોનથી ખરીદ્યો હતો.

વર્ષ ર૦ર૧માં આઈડીએફસી ફર્સ્ટ બેન્કના કલેકશન મેનેજર અને બીજા બે ત્રણ કર્મચારી જિપ્સીને મળવા માટે તેના ઘરે આવ્યા હતા. મેનેજરે આવતાની સાથે જ કહ્યું હતું કે તમારા ઘર ઉપર વર્ષ ર૦૧૯માં રપ લાખ રૂપિયાની માર્ગેજ લોન લીધી છે જેના હપ્તા ભરાતા ના હોવાથી મકાનનું પઝેશન બેન્ક લઈ લેશે. મેનેજરની વાત સાંભળીને જિપ્સીના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેણે કોઈ લોન નથી લીધી તેવું કહ્યું હતું. બેન્કના કર્મચારીઓએ લોન નંબર આપીને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ખાતે આવીને રજૂઆત કરવાનું કહ્યું હતું.

જિપ્સીએ આ મામલે જોજોને વાત કરી હતી જેથી તેણે જણાવ્યું હતું કે, મારે બિઝનેસ માટે પૈસાની જરૂર હોવાથી મકાન ઉપર લોન લીધી હતી. જિપ્સીએ ફોન ઉપર જોજોને જણાવ્યું હતુ કે, મારી સહી તેમજ હાજરી વગર કેવી રીતે લોન લીધી છે. લોન લેવા મામલે જિપ્સી અને જોજો વચ્ચે બોલાચાલી તથા ઝઘડો થઈ ગયો હતો.

આ મામલે જિપ્સીએ તેના સાસુ-સસરાને જણાવ્યું તો તેમણે પણ ઘરે આવીને જોજોને સમજાવ્યું હતું. જોજોએ માતા-પિતા સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે જિપ્સીની ખોટી સહીઓ કરીને લોન લઈ લીધી છે. જિપ્સીએ જોજો પાસે લોનના ડોકયુમેન્ટ માંગ્યા હતા. જો કે, તેણે આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

જિપ્સીએ તરત જ કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે આવેલી આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં જઈને લોનના ડોકયુમેન્ટ માંગ્યા હતા પરંતુ બેન્કના કર્મચારીઓએ પણ ડોક્યુમેન્ટ આપ્યા નહીં. જોજોની મદદ કરવાની ભાવનાથી જિપ્સીએ પ૪ હજારનો એક હપ્તો ભર્યો હતો. દરમિયાનમાં જિપ્સીને જાણ થઈ હતી કે બેન્કના લોકરમાં મૂકેલા દાગીના જોજોએ લઈ લીધા હતા એ તેના આધારે મુથુટ ફાઈનાન્સમાંથી ગોલ્ડ લોન લઈ લીધી હતી.

જોજોને ગોલ્ડ લોન મામલે પૂછતાં તે સામાન લઈને માતા-પિતા સાથે રહેવા માટે જતો રહ્યો હતો. જિપ્સીએ જોજો સાથે કાનૂની લડાઈ લડવાનું નક્કી કરી લીધું હતું અને તેણે પોતાના પતિ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્કને વકીલ મારફતે નોટિસ મોકલી હતી. નોટિસ જતાંની સાથે જ બેન્ક દ્વારા લોનની નકલો જિપ્સીને આપવામાં આવી હતી. ડોક્યુમેન્ટ જોતાની સાથે જ જિપ્સીને જાણ થઈ હતી કે વર્ષ ર૦૧૯માં જોજોએ ધંધા માટે રપ લાખની લોન લેવા ખોટી સહીઓ કરી હતી. લોન એજન્ટ મયૂર ઉપાધ્યાયે બોગસ સહીવાળા ડોકયુમેન્ટ બેન્કમાં સબમીટ કર્યા હતા અને જેના આધારે લોન મેળવી લીધી હતી.

જોજોએ ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રેખા શિલુ દ્વારા નોટરાઈઝ કરાવ્યું હતું. જનરલ પાવર ઓફ એટર્નીમાં જિપ્સીની ખોટી સહીઓ હતી. પાવર ઓફ એટર્નીને સબ રજિસ્ટારની કચેરીમાં રજૂ કરીને મકાનના રજિસ્ટાર દસ્તાવેજ મોર્ગેજ મૂકયા હતા. આ બાદ રેખાએ પ૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જિપ્સીની જાણ બહાર નામમાં સુધારા અંગેનું એફિડેવિટનો બેન્કમાં લોન લઈ લીધી હતી.

જિપ્સીએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં જોજો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જો કે, તેણે બેન્કના હપ્તા ભરી દેવાના તેમજ દાગીના પરત આપવાની બાંહેધરી આપતાં જિપ્સીએ ફરિયાદ પરત ખેંચી હતી. થોડા સમય પહેલાં બેન્ક દ્વારા ઘરે નોટિસ ચોંટાડી દેવાતા જિપ્સી ગુસ્સે થઈ હતી અને તેણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીના આધારે વસ્ત્રાપુર પોલીસ જોજો વિરદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.