હાઈડ્રો ક્રિમેશન અને આલ્કાઈન હાઈડ્રોલાઈસીસ પધ્ધતિથી પાણીમાં અંતિમ સંસ્કારનો વિકલ્પ રજૂ કરાયો

અગ્નિદાહ કે દફનાવવા ઉપરાંત હવે પાણીમાં અંતિમ સંસ્કારનો વિકલ્પ રજૂ કરાયો
જળદાહ સંસ્કારને હાઈડ્રો ક્રિમેશન, બાયોક્રિેએશન આલ્કાઈન હાઈડ્રોલાઈસીસ પણ કહેવામાં આવે છે. તે પર્યાવરણને અનુકુળ છે, કારણ કે તે હવામાં ઝેરી ગેસ છોડતા નથી કે તે પાણીને પ્રદુષીત પણ કરતા નથી.
(એજન્સી) દુનિયાભરમાં સામાન્ય રીતે મૃત્યુ પછી મનુષ્યને અગ્નિદાહ આપવામાં આવે છે. કે પછી કબરમાં દફનાવવામા આવે છે. આજ સુધી આપણે આ બંને રીત અંગે અંગે સાંભળ્યું છે. પરંતુ હવે મૃત્યુ પછી ‘જળદાહ સંસ્કાર’ નો વિકલ્પ પણ હશે. તાજેતરમાં બ્રીટનમાં જળદાહ સંસ્કાર માટે એક કંપનીએ દરખાસ્ત રજુ કરી હતી. ફયુનલ કંપની કોઓપ ફયુનરલકેર તેની તૈયારી કરી રહી છે.
જો આ સફળ પ્રક્રિયા થશે તો બ્રિટનમાં મૃતકોના મૃતદેહના અંતીમ સંસ્કાર દફનાવવા ઉપરાંત તેમને પાણીમાં પણ અંતીમ સંસ્કારનો વિકલ્પ આપવામાં આવશે. જળદાહ સંસ્કારની પ્રક્રિયા, અમેરીકા, કેનેડા અને દક્ષીણ આફ્રીકામાં ખુબ લોકપ્રીય છે.
જળદાહ સંસ્કાર એક પ્રક્રિયા છે. જેમાં મૃતકના શરીરને બાયોડીગ્રેડેબલ થેલીમાં રાખવામાં આવે છે.જેને દબાણવાળા પાણી અને પોટેશીયમ હાઈડ્રોકસાઈડની સાથે એક કન્ટેનરમાં રાખવામાં આવે છે. શરીર પેશી ટીશ્યુ અને કોષો સેલ્સ પાણી મુકત ધોળ વોટરી સોલ્યુશન માં પરીવર્તીત થઈ જાય છે છે.
હાડકાં દાંત પ્રત્યારોપણ અને શરીરના અન્ય કઠોર ચીજો ક્ષારીય ધોળવાળા પાણીમાં છોડી દેવામાં આવે છે. ત્યારે આ પ્રક્રિયા પુરી થઈ જાય છે. તો આ સામગ્રીને નાના નાના હાડકાંમાં તોડી દેવામાં આવે છે. ત્યાર પછી હાડકા નરમ થઈ જાય છે અને તેને સુકવીને સફેદ પાવડર બનાવી દેવામાં આવે છે. ત્યાર પછી તેને સંબંધીઓ કળશમાં લઈ જઈ શકે છે.
જળદાહ સંસ્કારને હાઈડ્રોક્રીમેશન બાયો ક્રીએશન આલ્કાઈન હાઈડ્રોલાઈસીસ પણ કહેવામાં આવે છે. આ પર્યાવરણને અનુકુળ કારણ કે તે હવામાં ઝેરી ગેસ છોડતો નથી. કે પાણીની પ્રદુષીત કરતા નથી. પરંપરાગત દાહ સંસ્કારમાં જેમાં મૃતદેહોને સળગાવીને રાખ કરી દેવામાં આવે છે. જેમાં કાર્બન ડાયકોસાઈડ અને ઝેરી ગેસને હવામાં ભળે છે. જયારે કોઈ મૃતદેહને જમીનમાં દફનાવવામાં આવે છે. તો પાણી દુષીત થવાની શકયતા રહે છે. જળદાહ સંસ્કારમાં કોઈપણ પ્રકારની જગ્યા કે કોફીનની જરૂરીયાત રહેતી નથી.
બ્રિટનની સહકારી ફયુનરલકેયર કંપનીએ સરકારને પોતાની આગામી યોજનાઓ અંગે જાણ કરી છે, અને મંજુરીની રાહ જોઈ રહી છે. જળદાહ સંસ્કાર ગેરકાયદે નથી પરંતુ કંપનીએ એ જોવું પડશે કે એ પર્યાવરણ સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરી રહી છે.
બ્રિટન એક માત્ર યુરોપીન દેશ નથી, જે જળદાહની દ્વારા માણસના અંતિમસંસ્કાર કરે છે. આયરલેન્ડે આ વર્ષે પ્રથમવાર જળદાહ સંસ્કાર સુવિવધા શરૂ કરી છે. બેલ્જીયમ અને નેધરલેન્ડ સહીત અન્ય યુરોપીયન દેશોમાં છે. જયાં દળદાહ ંસંસ્કાર વિવિધથી શરૂ કરવા તૈયારી ચાલી રહી છે. પરંતુ કેટલાક અવરોધો છે, જે પહેલા દુર કરવા જરૂરી છે.