Western Times News

Gujarati News

માટી નાંખવા આવેલી હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠતાં અફડાતફડી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ મલ્લા તળાવ પાસે સવારે ૧૧ કલાકે માટી નાંખવા આવેલા હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી.જેને જંબુસર નગરપાલીકાના ફાયર બ્રિગેડે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આગને કારણે ટ્રકને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના મલ્લા તળાવની સામે માટી પુરાણનું કામ ચાલે છે.જ્યાં આજરોજ સવારે ૧૧ કલાકે હાઈવા ટ્રક માટી નાંખીને નીકળતું હતું.ત્યારે ડ્રાઈવરની ભૂલથી હાઈડ્રોલિક ઉંચુ રહી જતાં વીજ તાર સાથે અર્થિંગ થવાથી હાઈવા ટ્રકમાં અચનાક આગ ભભુકી ઉઠી હતી.જેથી હાઈવા ટ્રકના માલિકે જંબુસર ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર લશ્કરોએ તુરંત આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આગને કારણે ટ્રકને લાખોનું નુકશાન થવા પામ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર પાલિકાનું ફાયર ફાઈટર નજીવા ખર્ચના કારણે વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે.જેથી આમોદ નગર સહિત તાલુકામાં આગની કોઈ અચાનક ઘટના બને ત્યારે આસપાસની નગરપાલીકા તેમજ ઔદ્યોગીક એકમોના ફાયર ફાઈટરો ઉપર આધાર રાખવો પડે છે.

આમોદ નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે પાલિકાનું ફાયર ફાઈટર ધૂળ ખાઈ રહ્યું છે.ત્યારે શાસક પક્ષે ધૂળ ખાતા ફાયરને વહેલી તકે રિપેરિંગ કરવાની જરૂર ઉભી થઈ છે.તો બીજી તરફ આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીએ આ બાબતે ધ્યાન દોરી વહેલી તકે આ સમસ્યાનો અંત લાવે તેવીંગ પણ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.