મારે પણ સુશાંત સિંહ રાજપૂત નથી બનવું: આદિલ

આદિલ ખાને રાખી સાવંતને આપ્યો જડબાતોડ જવાબ
મુંબઈ,રાખી સાવંતના જીવનમાં એક પછી એક વિવાદો થતા જ રહે છે. પહેલા વાત આદિલ ખાન સાથેના લગ્નને છુપાવવાની હતી. રાખી સાવંતનો આરોપ હતો કે આદિલ લગ્ન સ્વીકારવા તૈયાર નથી. પછી રાખીએ જ જણાવ્યું કે આદિલ માની ગયો છે અને હવે બધું સારું છે. ત્યારપછી રાખીના માતા વધારે બીમાર થઈ ગયા હતા અને તેમણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
તે સમયે પણ આદિલ ખાન દુર્રાની રાખીની સાથે જ હતો. પરંતુ હવે રાખી મીડિયા સમક્ષ દાવો કરી રહી છે કે આદિલના અફેર ચાલી રહ્યા છે અને તેના લગ્નજીવનમાં ફરી ભંગાણ છે. રાખી સાવંતે મીડિયા સમક્ષ આરોપ મૂક્યો કે, આદિલના અન્ય યુવતી સાથે પણ સંબંધ છે અને તે મને ફોન કરીને ધમકાવે છે. રાખી સાવંતે આ સિવાય પણ કહ્યું કે- આદિલે મારી લોકપ્રિયતાનો ઉપયોગ કર્યો.
તે એક રુપિયો લઈને આવ્યો હતો. તેની પાસે કંઈ જ નહોતુ. આ સિવાય રાખીએ આફતાબ અને શ્રદ્ધાના કેસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, મારે ફ્રિજમાં નથી જવું. આટલુ જ નહીં, રાખી સાવંતે મીડિયાને પણ કહ્યું કે તમે આદિલ ખાન દુર્રાનીનો ઈન્ટર્વ્યુ લેવાનો પ્રયત્ન ના કરતા. હવે આ તમામ આરોપો પર આદિલે જવાબ આપ્યો છે.
આદિલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હું કોઈ મહિલા વિશે વળતો જવાબ નથી આપી રહ્યો તેનો અર્થ એ નથી કે હું ખોટો છું. હું મારા ધર્મનું સન્માન કરુ છું અને હું મહિલાઓનું સન્માન કરતા શીખ્યો છું. જે દિવસે હું મારુ મોઢું ખોલીશ અને હું જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું તે કહીશ, ત્યારપછી તે પોતાનું મોઢું ખોલી નહીં શકે. તે દરરોજ મીડિયા આગળ આવીને બસ એક જ વાત કરે છે કે, આદિલ ખરાબ છે.
આદિલે આગળ લખ્યું કે, જે પ્રકારે તે કહી રહી છે કે, હું ફ્રિજમાં જતી રહીશે. તો હું પણ કહી શકુ છું કે મારે પણ સુશાંત સિંહ રાજપૂત નથી બનવું. તે મને કહે છે કે, આદિલ મુંબઈ મારું શહેર છે, અહીં કંઈ પણ થઈ શકે છે. હું તમામ લોકોને વિનંતી કરુ છું કે શાંત રહો અને મને જજ કરવાનું બંધ કરે.
સમય જણાવશે કે કોણ શું કરે છે. હું એક સંવેદનશીલ માણસ છું. હું તેની પડખે ઉભો રહ્યો, તેને લાઈફસ્ટાઈલ આપી. તેના માટે કહેવું સરળ છે કે હું એક રુપિયો લઈને આવ્યો હતો. તને સલામ છે, તે એક્ઝિટ પ્લાન ઘણો સારો બનાવ્યો છે, પણ તુ સ્માર્ટ નથી. તુ કેમ મીડિયાને કહે છે કે આદિલ પાસે ના જતા, કારણકે તુ ડરે છે.
ઉલ્લેખનીય છે કે આદિલ ખાન દુર્રાનીએ ગયા વર્ષે જુલાઈ મહિનામાં લગ્ન કર્યા હતા. તેમણે લાંબા સમય સુધી લગ્ન છુપાવી રાખ્યા હતા. એક મહિના પહેલા જ તેમણે લગ્નની જાહેરાત કરી હતી.આદિલ ખાને આમ તો મીડિયા સામે આવાવનુ ટાળ્યું છે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો પક્ષ મૂક્યો છે.ss1