મારે પણ સપોર્ટની જરૂર, પણ લોકોને નથી લાગતું મને જરૂર હોય: સલમાન

મુંબઈ, સલમાનની ‘સિકંદર’ની લાંબા સમયથી રાહ જોવાતી હતી અને ૩૦ તારીખે ઇદના દિવસે આખરે ફિલ્મ રિલીઝ તો થઈ, દર વખતે સલમાનની ફિલ્મનો જે જાદુ હોય છે, એટલો જાદુ આ ફિલ્મ ચલાવી શકી નહીં. ફિલ્મને વિવેચકો અને ઓડિયન્સ બધા પાસેથી મોટા ભાગે નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. છતાં સલમાન ખાન એક સુપરસ્ટાર છે અને તેનો સ્ટારપાવર નકારી શકાય તેમ તો નથી.
આ ફિલ્મે ત્રણ દિવસમાં માત્ર ૮૫ કરોડની જ કમાણી કરી તે જ દર્શાવે છે કે આ ફિલ્મથી દર્શકોની અપેક્ષાઓ પર પાણી ફરી ગયું છે. આ સલમાનની ૧૮મી ફિલ્મ છે, જે ૧૦૦ કરોડે પહોંચશે.સલમાનની ચર્ચા વચ્ચે તેના એક ઇન્ટરવ્યુનો વીડિયો વાયરલ થયો છે.
જેનાથી બોલિવૂડના સિલેક્ટિવ સપોર્ટ અને જૂથબંધીની વાત ફરી ચર્ચામાં આવી છે. ‘સિકંદર’ વિશે સમગ્ર ઇન્ડસ્ટ્રી મૌન રહી છે, સલમાન વારંવાર તેના મિત્રોની ફિલ્મ પ્રમોટ કરતો જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીના સપોર્ટ અંગે વાત કરતા સલમાને કહ્યું, “એમને એવું લાગતું હશે કે જરૂર નહીં પડતી હોય મને.
પણ, બધાને જરૂર પડે છે.”પછી સલમાને આવનારી અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મો વિશે પણ વાત કરી, જેમાં તેણે વધુ એક વખત આવનારી ફિલ્મો વિશે પોતાનો સહકાર દર્શાવ્યો હતો. તેણે ૧૦ એપ્રિલે રિલીઝ થનારી સન્ની દેઓલની ફિલ્મ ‘જાટ’ની પણ વાત કરી હતી.
તેણે મોહનલાલ અને પૃથ્વિરાજની મલિયાલમ બ્લોકબસ્ટર એલ૨ એમ્પુરાણની પણ વાત કરી જે સિકંદરના બે જ દિવસમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ અત્યારથી જ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે આટલાં બોલિવૂડ સ્ટાર્સમાં માત્ર સન્ની દેઓલે જ જાહેરમાં ‘સિકંદર’ને પ્રમોટ કરી હતી અને સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી હતી. આમિર ખાન સલમાન અને મુર્ગાદોસ સાથે એક પ્રોમશનલ વીડિયોમાં જોડાયો હતો. પરંતુ આ બે અપવાદ સિવાય કોઈ જ આ ફિલ્મ વિશે એક અક્ષર બોલ્યું નથી.
આ ફિલ્મનું પ્રમોશન તો ઈન્ડસ્ટ્રીમાં કોઈએ ન કર્યું પરંતુ નિષ્ણાતો અને વિવેચકોએ ટીકા જરૂર કરી છે. આ ફિલ્મ ખાસ કોઈ કમાલ કરી શકી નથી. રવિવારે ‘સિકંદર’ રિલીઝ થઈ હતી. પહેલાં ઇદના દિવસે ફિલ્મે ૨૯ કરોડની કમાણી કરી હતી.
પણ પછી તેના પછીના દિવસોમાં તેની ગતિ બિલકુલ ઘટી ગઈ હતી. મંગળવારે આ ફિલમે લગભગ ૧૯.૫ કરોડની કમાણી કરી, બુધવારે તેનાથી પણ ઘટીને ૯.૭૫ કરોડની આવક થઈ, ગુરુવારે સૌથી ઓછી કમાણી થઈ, તેના આધારે એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ અઠવાડિયામાં ૯૦ કરોડ જ કમાઈ શકશે.
સલમાનના ફૅન ફોલોવિંગના કારણે તેની ફિલ્મો સુપર હિટ જ રહે છે, તેથી નિષ્ણાતો અને પ્રોડ્યુસર આ ફિલ્મ વિશે ઘણા આશાવાદી હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ફિલ્મની ટીમ દ્વારા કમાણીના આંકડા જાહેર કરાયા હતા. તે મુજબ આ ફિલ્મે અત્યાર સુધીમાં ગ્લોબલી ૧૫૮.૫ કરોડની કમાણી કરી છે.
પહેલાં દિવસે ભારતમાંથી ૩૫.૪૭ કરોડ, વિદેશોમાંથી ૧૯.૨૫ કરોડ, ઇદની રજાના દિવસે ૩૯.૩૭ કરોડ ભારતમાંથી અને વિદેશથી ૧૧.૮૦ કરોડ કમાણી થઈ. ત્રીજા અને ચોથા દિવસે ભારતમાંથી ૩૫.૨૬ કરોડ તેમજ વિદેશમાંથી ૧૭.૩૫ કરોડની કમાણી થઈ છે.
જો થિએટરમાં ફિલ્મના શો અને દર્શકોની હાજરીની વાત કરવામાં આવે તો હિન્દી ફિલ્મ માટે સરેરાશ દર્શકોની હાજરી ૮.૨૪ કરોડ રહી, તેમાં સવારના શોમાં ૪.૭૪ ટકા અને રાતના શોમાં ૧૦.૬૮ ટકા હાજરી નોંધાઈ છે.SS1MS