“એક્શન સિકવન્સમાં હું હંમેશા અક્ષય કુમારની ફિલ્મોને અનુસરું છું”: પારસ કાલ્નાવત

ઝી ટીવીના પ્રસિદ્ધ પ્રાઇમ ટાઈમ શો, કુંડલી ભાગ્યએ તેની શરૂઆતથી જ તેના દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખ્યા છે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ આ શોમાં પ્રસિદ્ધ અભિનેત્રી જેવી કે, શ્રદ્ધા આર્યા (પ્રીતા તરીકે), શક્તિ આનંદ (કરણ તરીકે), માનિત જૌરા (રિષભ તરીકે), અંજુમ ફકિહ (સૃષ્ટિ તરીકે), પારસ કાલ્નાવત (રાજવીર તરીકે), સના સૈય્યદ (પાલકી તરીકે) અને બસીર અલી (શૌર્ય તરીકે), શાલિની મહલ (શનાયા તરીકે) જોવા મળશે.
આ પારિવારિક નાટકએ લાગણીઓની ભરમાર લઇને આવે છે, સાથોસાથ માનવીય સંબંધોની આંતરિક્તા પણ રજૂ કરે છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે નીધી (આકાંક્ષા જુનેજા)એ જોયું કે, તેને પ્રીતાનું અપહરણ કરવા મોકલેલા ગૂંડાઓ ભૂલથી સૃષ્ટિનું અપહરણ કરીને આવ્યા છે. જેના લીધે સૃષ્ટિને ખબર પડી ગઈ કે, પ્રિતા પર થયેલા હુમલા માટે નીધી જવાબદાર છે. જો કે, તેને બચાવવામાં સૃષ્ટિને એક બૂલેટ વાગી ગઈ અને ધીમે-ધીમે નીધી સૃષ્ટિને મારવા માટે જીવતી સળગાવવા પ્રયત્ન કરે છે.
આગામી એપિસોડમાં, દર્શકો માટે એક જોરદાર વણાંક તૈયાર છે, કેમકે રાજવીર સૃષ્ટિને બચાવવા હિરોની જેમ પ્રવેશશે. નીધી આગ લગાડી રહી છે અને સૃષ્ટિ જમીન પર બેભાન પડી છે. જો કે, રાજવીર સમયસર તેના સુધી પહોંચી જાય છે, ગૂંડાઓ સામે લડીને સૃષ્ટિને હાથમાં ઉપાડીને ગોડાઉનની બહાર નિકળી જાય છે. પારસએ શોમાં અત્યાર સુધી રોમાન્ટિક સિકવન્સ જ કર્યા છે, પણ એક્શન સિકવન્સ માટેનો પ્રેમ પહેલાથી જ હતો.
આ સીનના શૂટિંગ વખતે પારસ કહે છે કે, તેનો અનુભવ તેના સામાન્ય શોટથી કેટલો અલગ રહ્યો. સમગ્ર કાસ્ટ પારસ કાલ્નાવતના સમર્પણ, તેની શારીરિક ક્ષમતા અને આ ફાઈટ સિકવન્સ દરમિયાન તેને જે ચોક્કસાઈ દર્શાવી તેનાથી તેઓ પ્રભાવિત થઈ ગયા. એટલું જ નહીં, તેને જણાવ્યું કે, આ એક્શન સિકવન્સ માટે તેને અક્ષય કુમારની કેટલીક ફિલ્મોં જોઈ હતી કેમકે, તે બોલિવૂડના ખેલાડીનો બહું મોટો ચાહક છે.
પારસ કાલ્નાવત કહે છે, “એક્શન સિકવન્સના વિશ્વમાં પ્રવેશવાનો અનુભવ અદ્દભુત રહ્યો. રાજવીરનું મારું પાત્રએ હંમેશા તેના શાંત સ્વભાવ માટે જાણિતું છે અને આમાંથી એક્શન થ્રિલિંગ તરફ જવું જોરદાર રહ્યું. હું હંમેશા અક્ષય કુમારની ફિલ્મોના એક્શન સિકવન્સથી પ્રેરિત થઉં છું. તે અત્યતં સરળતાથી એક્શન, સ્ટંટ કરે છે અને આવા પાત્રમાં તેમના જાદુએ મને હંમેશા પ્રેરિત કર્યો છે.
આ સીન માટે તૈયાર થવા, મેં કેટલાક શ્રેષ્ઠ એક્શન મૂવી જોયા અને સાથોસાથ હું એવું જ કંઈક શૂટિંગ કરવા પણ તૈયાર થયો. હું માનું છું કે, પાત્રમાં બદલાવ માટે તૈયાર થવું અને એક કલાકાર તરીકે કંઈક નવું કરવું એ મારા પ્રવાસને આકર્ષક બનાવે છે. તેનો અનુભવ મારા માટે તાજગીસભર રહ્યો છે.”
કુંડલી ભાગ્યના ચાહકો એક દિલધડક એપિસોડની અપેક્ષા રાખી શકે છે, કેમકે રાજવીર અને સૃષ્ટિ હિંમત કરીને જોખમમાંથી બહાર નિકળી રહ્યા છે. પારસ કાલ્નાવતની એક્શન સિકવન્સ માટેની અનઅપેક્ષિત પ્રતિભા આ પારિવારિક નાટકમાં વધુ કંઈક વણાંક લાવશે. દર્શકો માટે હવે એ જોવું રસપ્રદ રહેશે કે, શું નીધી પોતાની જાતને બચાવી શકશે, કેમકે હવે સૃષ્ટિ તેની હકિકત જાણી ગઈ છે.