“હું મારા પાત્રનો આભારી છું કે, જે લોકોને પંજાબી સંસ્કૃતિ વિશે શિખવે છે”: અવિનેશ રેખી
ઝી ટીવીનો તાજેતરમાં રજૂ થયેલો કાલ્પનિક શો, ‘ઇક કુડી પંજાબ દી’એ એક એવો જબરદસ્ત નાટક છે, જેને તેની શરૂઆતથી જ તેની શક્તિશાળી વાર્તા અને સારી રીતે લખાયેલા પાત્રોથી દર્શકોને જકડી રાખ્યા છે. પંજાબની પાશ્ચાદભૂ પર આધારીત આ શોમાં તાકાત અને સ્થિરતાની વાર્તા છે.
પ્રસિદ્ધ કલાકાર અવિનેશ રેખી રાંઝાનું પાત્ર કરી રહ્યો છે, જે અનાથ છે અને ગુરુદ્વારામાં ઉછરીને મોટો થયો છે. રાંઝા દિલથી હીર (તનિષા મેહતા)ને ચાહે છે, કેમકે તે તેની બાળપણની મિત્ર છે અને તેની દરેક ઇચ્છા એ રાંઝા માટે એક હુકમ છે. તેથી જ તેને માર્ગમાં આવતી કોઇપણ મુશ્કેલીથી બચાવવાનું નક્કી કર્યું છે. “I am grateful to my character, who teaches people about Punjabi culture”: Avinesh Rekhi
પ્ર. તમારા રાંઝા ઉર્ફે રણજીતના પાત્ર માટે તમે કોઈ ખાસ તૈયારી કરી છે?
જ. એક પંજાબી હોવાને લીધે, ઓન-સ્ક્રીન પંજાબી પાત્ર હું સરળતાથી કરી શકીશ. બોલી અને ઉચ્ચારણ તથા પાત્રને સરળતાથી આત્મસાત કરવાની પ્રક્રિયા મારા માટે ખૂબ જ સરળ રહી. રાંઝાએ ગુરુદ્વારામાં ઉછરેલો એક અનાથ વ્યક્તિ છે, તો પાત્રને અધિકૃતતાથી દર્શાવવા માટે હું મારી જાત પર ચોક્કસ સંયમ રાખી, આદરપૂર્ણ, મજબૂત અને મૌન જેવા શારીરિક વર્તન અને રીતભાતનો ઉપયોગ કરી રહ્યો છું. હું આ પાત્રને ન્યાય આપવા માટે પૂરતો પ્રયત્ન કરી રહ્યો છું અને આશા રાખું છું કે, મને જેવો પ્રતિભાવ દર્શકોનો પહેલા મળ્યો છે, તેવો જ પ્રેમ અને સપોર્ટ હજી પણ પ્રાપ્ત થશે.
પ્ર. તમે આઉટડોર શૂટિંગ માટે અમૃતસર અને ચંદિગઢની મુલાકાત લીધી હતી, તો શહેરના શૂટિંગ અનુભવ વિશે અમને કંઈક જણાવશો.
જ. અમૃતસર અને ચંદિગઢએ મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ સ્થળોની મુલાકાતએ મારા મનને ખુશીથી ભરી દે છે. શોના શૂટિંગ દરમિયાન મને ખૂબ જ મજા આવી. મીડિયાની સાથે સાંકળવાથી લઇને ખરીદી અને સ્થાનિક વાનગી માણીને, શહેરમાં ફરવા સુધીની દરેક ક્ષણો ખૂબ જ યાદગાર રહી. મારા ક્રુના સભ્યો અને તનિષાની સાથે શૂટિંગ બાદ અમે નજીકના સ્થળોએ ફર્યા અને સ્થાનિક લોકોને પણ મળ્યા. શોના પ્રથમ સીનની ફિલ્મિંગ પહેલા સુવર્ણ મંદિરના દર્શનનો લ્હાવો મળ્યો અને આશિર્વાદ મળ્યા બધાથી ખૂબ જ ધન્યતા અનુભવું છું!
પ્ર. ઇક કુડી પંજાબ દીના કાસ્ટની સાથે થોડો સમય કામ કરીને તમે બધાની સાથે અને ખાસ કરીને તનિષાની સાથે તમારા જોડાણને કઈ રીતે મૂલવશો?
જ. તનિષા અને હું પ્રથમ દિવસથી જ મિત્રો બની ગયા છીએ અને તેની સાથે જ નહીં પણ બધા સહ-કલાકારોની સાથે પણ આવું જ થયું છે. આ નવા પ્રવાસની શરૂઆતથી જ અમે એકબીજાની સાથે ખૂબ જ ઉત્સાહ અને ખુશી અનુભવીએ છીએ.
એક સરખી ઉર્જા ધરાવતા અને એક સરખા વાઇબ્રેશન્સ ધરાવતા લોકો હંમેશા સાથે મળીને તમારા સંબંધને વધુ મજબૂત બનાવે છે. વધુમાં, મેં તનિષાને સેટ પર થોડું પંજાબી ઉચ્ચારણ સુધારવામાં પણ મદદ કરી હતી તો, મે અમારી સીનની તૈયારી માટે લાઈન વાંચવા તથા તૈયારી માટે પણ સારો એવો સમય સાથે વીતાવીએ છીએ, જેનાથી હીર અને રાંઝાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી વધુ સારી રીતે રજૂ થાય છે.
પ્ર. દર્શકોને આ શોમાંથી શું સંદેશ મળે છે?
જ. દરેક મહિલા જીવનના કોઈને કોઈ તબક્કે એવી પરિસ્થિતિમાંથી નિકળે છે, જ્યારે તેને તેમાંથી રસ્તો શોધતા કે પછી તેમાંથી બહાર નિકળતા શિખવું પડે છે. હીરની વાર્તા પણ તમારી આંતરિક શક્તિને ઓળખીને તેને બહાર લાવવાની છે અને રાંઝાનું મારું પાત્ર તેના સૌથી મોટા સમર્થક એવા મિત્રનું છે, જે હીરને તેની દરેક મુશ્કેલીમાં તેની સાથે ઉભો હોય છે. આવી વાર્તામાં શક્તિ છે કે, તે બધાને મુશ્કેલી સામે લડવાની પ્રેરણા આપે છે.
દર્શકો પણ હીર અને રાંઝા વચ્ચેની મિત્રતાની સાથે જોડાશે. સામાન્ય પ્રેમ કથામાં એક છોકરો – એક છોકરીને મળે છે અને રોમાન્સ શરૂ થઈ જાય એવું નથી અમારી શરૂઆત બાળપણની શુદ્ધ મિત્રતાથી છે, જેમાં નાનપણથી જ રાંઝા એ હીરનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની ચિંતા કરે છે. આ વાર્તા દર્શકોને આશા આપે છે કે, કોઈ અંધકારમાં પણ હંમેશા આશાની એક કિરણ હોય છે, તમારે તમારા માટે લડવું પડશે અને તમારું સત્ય રજૂ કરતા તમને કોઈ રોકી નહીં શકે!
પ્ર. આ બીજી વખત છે, જ્યારે તમે એક પાઘડી પહેરેલા પંજાબી વ્યક્તિનું પાત્ર કરી રહ્યા છો, તો તમને કેવું લાગે છે?
જ. મને ઓન-સ્ક્રીન પંજાબી પુરુષનું પાત્ર કરવું ગમે છે, કેમકે તેમાં મને પાઘડી પહેરવા મળે છે, જે મારા માટે ખરેખર એક આશિર્વાદ છે. હું મારા પાત્રનો આભારી છું કે, તેના દ્વારા હું વધુને વધુ લોકોને પંજાબી સંસ્કૃતિ શિખવી શકું છું. ઇક કુડી પંજાબ દીમાં અમે ઘણા સીનનું શૂટિંગ ચંદિગઢ અને અમૃતસર જેવા સુંદર શહેરોમાં કર્યું છે, તેનાથી મને હું મારા મૂળની સાથે જોડાયેલો હોય એવો અનુભવ થાય છે, એટલું જ નહીં પણ અમારા ભવ્ય વારસાને પણ રજૂ કરવાનો મોકો મળ્યો છે.