મને કેપ્ટનસીની ચિંતા નથી પાક. કેપ્ટન બાબર આઝમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/Babar-Azam-1024x577.webp)
નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું કહેવું છે કે, તેણે કેપ્ટનશીપ કરતી વખતે ક્યારેય વિચાર્યું નથી કે કોઇ એક મુકાબલાને લીધે તે આ પદને ગુમાવશે. ભારત અને પાકિસ્તાન શનિવારે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે જ્યાં લગભગ ૧ લાખ ૩૦ હજાર દર્શકો પહોંચવાની અપેક્ષા છે.
બાબરનું કહેવું છે કે, જાે આ મેચમાં પરિણામ પાકિસ્તાનની તરફેણમાં નહીં આવે તો તેનો અર્થ એ નથી કે તે કેપ્ટનશિપ ગુમાવશે. હંમેશાની જેમ આ મેચમાં પણ ભારત અને પાકિસ્તાનના કેપ્ટનો પર ઘણું દબાણ રહેશે. બંને દેશના ચાહકો પોતાની ટીમને હારતી જાેવા નથી માંગતા.
ભારત સામેની મોટી મેચ પહેલા જ્યારે બાબર આઝમને પૂછવામાં આવ્યું કે જાે ભારત સામેની મેચમાં પરિણામ તેના પક્ષમાં નહીં આવે તો શું તેની કેપ્ટનશિપ પર અસર પડશે? આ સવાલ પર બાબર ખુશ નહોતો દેખાયો.
બાબરે કહ્યું, ‘મને ક્યારેય એ વાતની ચિંતા રહી નથી કે આ એક મેચને કારણે હું મારી કેપ્ટન્સી ગુમાવીશ. ખુદાએ મારા નસીબમાં જે લખ્યું હશે તે મને મળશે. હું જેનો હકદાર છું તે મને મળશે. મને એક મેચના કારણે કેપ્ટનશીપ મળી નથી અને હું એક મેચને કારણે ગુમાવીશ પણ નહીં. બાબરના કહેવા પ્રમાણે, ‘વર્લ્ડકપમાં મારો રેકોર્ડ જેવો હોવો જાેઈએ તેવો નથી, પરંતુ આશા છે કે આગામી મેચમાં તમને થોડો ફેર જાેવા મળશે. અમે વિશ્વકપમાં જ ભારત સામે એકબીજાનો સામનો કરીએ છીએ. આવી સ્થિતિમાં અમને લાંબા અંતરાલ પર એકબીજા સામે રમવાની તક મળે છે.
મારા ખરાબ રેકોર્ડનું કારણ બોલરો નથી. ઘણી વખત મારી ભૂલોને કારણે મેં વિકેટ ગુમાવી છે. વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે હજુ સુધી એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૭ મેચમાં હરાવ્યું છે. પાકિસ્તાન હજુ પણ વનડે વર્લ્ડ કપમાં ભારત સામેની પ્રથમ જીતની રાહ જાેઈ રહ્યું છે.SS1MS