હું પરેશ રાવલની સામે કંઈ જ નથી: પંકજ ત્રિપાઠી

મુંબઈ, ‘હેરાફેરી ૩’ની ચર્ચાઓ અને વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યાં છે. જ્યારથી પરેશ રાવલે બાબુરાવનો રોલ છોડ્યો ત્યાંથી આ વિવાદ મોટો થતો રહ્યો છે. એક તરફ પરેશ રાવલ અને અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસની ટક્કરની ચર્ચાઓ ચાલતી હતી, ત્યાં દર્શકોએ આ રોલ બીજું કોણ કરી શકે, તેની પણ ચર્ચા શરૂ કરી દીધી હતી.
તેમાં પંકજ ત્રિપાઠીના નામની ચર્ચા સૌથી વધુ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે આ અંગે જવાબ આપ્યો હતો.પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પરેશ રાવલ જેવા કોઈ કલાકારનું સ્થાન લેવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. પરેશ રાવલે કહ્યું,“ફૅન્સ ઇચ્છે છે કે હું આ રોલ કરું, એ વિશે મેં સાંભળ્યું અને વાંચ્યું. મને નથી લાગતું હું આ કામ કરી શકું.
પરેશ સર એક સજ્જ કલાકાર છે અને એમની સામે તો હું કશું જ નથી. મને એમના પ્રત્યે અપાર સન્માન છે એટલે મને નથી લાગતું કે આ કામ માટે હું યોગ્ય કલાકાર હોય.”પંકજ ત્રિપાઠીની લોકપ્રિય વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ની નવી સીઝન આવી રહી છે, જેમાં તે વકીલ માધવ મિશ્રાનો રોલ કરે છે, આ ઉપરાંત તેમના ‘ફુકરે’, ‘બરેલી કી બર્ફી’, ‘સ્ત્રી’ જેવી ફિલ્મનું કોમિક ટાઇમિંગ પણ લોકપ્રિય થયું છે.
લોકો ભલે માગણી કરતા હોય પરંતુ તેમના માટે બાબુરાવનો રોલ કરવો પડકારજનક છે. પરેશ રાવલ આ પહેલાંની બંને હેરાફેરી ફિલ્મમાં બાબુરાવનો રોલ કરતા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે હવે કૅરિઅરના આ પડાવ પર તેમને એ રોલ કરવો યોગ્ય લાગતો નથી.
એવા ઘણા અહેવાલો હતા કે સર્જનાત્મક વિવાદને કારણે તેણે ફિલ્મ છોડી છતાં ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શન અને પરેશ રાવલ બંને આ વાતથી ઇનકાર કરે છે.આ અંગે સુનિલ શેટ્ટીએ પણ તાજેતરના ઇન્ટરવ્યુમાં આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે,“તમારા બધાની જેમ જ હું પણ ચકિત છું.
મેં તેમની સાથે એક સેકન્ડ માટે જ વાત કરી અને તેમને મળવા માટે કહ્યું છે.હજુ સુધી અમે મળીને વાત કરી શક્યા નથી. બાકી, પરેશજી એવા વ્યક્તિ નથી. એમણે જાહેર મંચ પર આવી જાહેરાત કરી ન હોત.
જ્યારે હેરાફેરીની વાત આવે ત્યારે, હું, અક્ષય અને પરેશજી એકસાથે છીએ. એ ઘણા ઉત્સાહમાં હતા.”સુનીલ શેટ્ટીએ એવું પણ કબૂલ્યું કે તેઓ હેરાફેરી સાથે આવારા પાગલ દિવાના અને વેલકમના બીજા ભાગ પર પણ ચર્ચા કરતા હતા.SS1MS