ગુજરાતી હોવાનું મને ગૌરવ છેઃ “ભાભીજી ઘર પર હૈ”ની સોમા રાઠોડ
ગુજરાતી કલાકારો રાજ્યની સ્વર્ણિમ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે તેમનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કરે છે
1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યનો જન્મ થયો હતો. દર વર્ષે 1લી મેએ ભારતનું પાંચમું રાજ્ય ગુજરાત સ્વતંત્ર રાજ્ય માટે લડત ચલાવનારા તેના લોકોના પ્રયાસોની યાદગીરીમાં રાજ્ય સ્થાપના દિવસ મનાવે છે. રાષ્ટ્ર 62મો ગુજરાત સ્થાપના દિવસ મનાવશે,
ત્યારે ગુજરાતથી આવેલા એન્ડટીવીના કલાકારો તેમનાં મૂળ વિશે કઈ રીતે ગૌરવ લે છે અને તેમની ઉષ્માભરી શુભેચ્છા કઈ રીતે આપવા માગે છે તે વિશે વાતો કરે છે. આમાં આયુધ ભાનુશાલી (કૃષ્ણા, દૂસરી મા), આર્યન પ્રજાપતિ (હૃતિક, હપ્પુ કી ઉલટન પલટન) અને સોમા રાઠોડ (અમ્માજી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
“દૂસરી મા”માં આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે, “મારી માતા અને હું વેકેશન લઈએ તયારે મોટે ભાગે ગુજરાતમાં અમારા પરિવારની મુલાકાતે જઈએ છીએ. આ રાજ્યમાં ઘણું બધું છે. તેમાં ખાસ કરીને આકાશ પતંગોથી ઊભરાઈ જાય અને અહીંની વાનગીઓ કોઈ પણ સંસ્કૃતિને ગમી જાય તેમ છે.
ગુજરાતની સંસ્કૃતિ અનોખી છે, તેની કળાથી શિલ્પો સુધી તેણે આગવી છાપ છોડી છે. બીચ, મંદિર અને રાજધાની આ બધું આકર્ષણનું કેન્દ્ર છે. અહીં અનુભવવા જેવું ઘણું બધું છે. અમારી છેલ્લી ટ્રિપમાં મેં સરદાર વલ્લભભાઈ પટેલનું અદભુત સ્ટેચ્યુ જોયં હતું, જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બેગણું ઊંચું છે.
અહીં સાઉન્ડ એન્ડ લેઝર શો, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, આયુર્વેદિક વેલનેસ સેન્ટર સહિત ઘણાં બધાં આકર્ષણો અને પ્રવૃત્તિઓ છે. સાઈકલિંગ, બોટિંગ અને ઝિપ- લાઈનિંગ અમારી અમુક હાઈલાઈટ્સ છે. ઉપરાંત વેલી ઓફ ફ્લાવર્સ, નેટિવ ફોરેસ્ટ, ટ્રેન અને મિર મેઝ સાથે ચિલ્ડ્રન્સ પાર્ક, સફારી પાર્ક અને ઝૂ પણ જોવાં જેવાં છે. આ સર્વ અમારે માટે મજેદાર સમય વિતાવવા માટે ઉત્તમ છે. અમે દરેકને ગુજરાતની સ્થાપના દિવસની શુભેચ્છા આપીએ છીએ!”
હપ્પુ કી ઉલટન પલટનનો આર્યન પ્રજાપતિ ઉર્ફે હૃતિક કહે છે, “ગુજરાત ગૌરવ અને અદભુત અજાયબીઓનું રાજ્ય છે, જ્યાં ઘણાં બધાં મંત્રમુગ્ધ કરનારાં સ્થળો અને આકર્ષણો છે. મને ખાતરી છે કે તેની અદભુત ખૂબીઓથી તે મહેમાનોનાં મન મોહી લે છે.
અહીંનું જીવન ઉજવણી જેવું છે. કળાકારીગરીથી લઈને સંસ્કૃતિ, રીતરસમો અને પરંપરાઓથી મહોત્સવો અને વાનગીઓ સાથે ગુજરાત મજેદાર હોલીડે વિતાવવા માટે આદર્શ છે. અહીં આવ્યા પછી ગુજરાતી થાળી જરૂર ખાવી જોઈએ, જેમાં મોટે ભાગે ભાકરી શાક અથવા ખીચડી કઢી હોય છે.
ઉપરાંત અહીંના લોકો તેમના સૌજન્યશીલ સ્વભાવ માટે જાણીતા છે. ભોજન સાથે લાક્ષણિક રીતે સ્વાદિષ્ટ ડેઝર્ટ અને ગોળ પણ આવે છે. રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે હું ગુજરાતના દરેકને મારી શુભેચ્છા આપું છું અને સલામ કરું છું.”
ભાભીજી ઘર પર હૈની સોમા રાઠોડ ઉર્ફે અમ્માજી કહે છે, “આ પશ્ચિમ ભારતનું ઘરેણું તરીકે પણ ઓળકાતા ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી છે. આ દિવસની યાદગીરીમાં અમદાવાદના સાબરમતી વોટરફોલ ખાતે અદભુત કૂચ યોજાય છે. ગુજરાત ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી નૈસર્ગિક અજાયબીઓ, જેમ કે રણ ઓફ કચ્છ અને સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન સાથે ઘણું બધું ઓફર કરે છે. આથી જ અહીં આવતા મુલાકાતીઓ આ રાજ્યથી મોહિત થઈને રહે છે તેમાં કોઈ નવાઈ નથી.”